પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કરશે. કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ માટે આવી રહેલા પીએમ મોદીના સ્વાગત માટે બનારસની કળા અને સાંસ્કૃતિક વારસાને દર્શાવનારી વિશાળ વોલ પેન્ટિંગ બનાવવામાં આવી છે.
વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. લગભગ 1.5 લાખ ચોરસ ફૂટમાં બનેલા કાશી વિશ્વનાથ ધામને કાશી વિશ્વનાથ કોરિડોર પણ કહેવામાં આવે છે. જુઓ તેનો અદભૂત નજારો
- Advertisement -
વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કરશે. કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ માટે આવી રહેલા પીએમ મોદીના સ્વાગત માટે બનારસની કળા અને સાંસ્કૃતિક વારસાને દર્શાવનારી વિશાળ વોલ પેન્ટિંગ બનાવવામાં આવી છે અને કાશી વિશ્વનાથ મંદિર સ્થળની આજુબાજુ અનેક ઈમારતોને રોશન કરાઈ છે. PM મોદીએ 2014ની ચૂંટણીમાં વારાણસી લોકસભા સીટથી નામાંકન કર્યા બાદ નિવેદન આપ્યું હતું કે મા ગંગાએ બોલાવ્યો છે. મા ગંગા અને કાશી સંલગ્ન સૌથી મોટું વચન પીએમ મોદી 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કરીને પૂરું કરવા જઈ રહ્યા છે.
#WATCH Kashi Vishwanath Corridor project connects Kashi Vishwanath Temple to the banks of River Ganga in Varanasi
Phase I of the project provides a variety of facilities to the pilgrims including Yatri Suvidha Kendras, tourist facilitation centre, vedic centers
- Advertisement -
(Source: DD) pic.twitter.com/tyTj4c6EkD
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 13, 2021
ગંગામાં લગાવી ડૂબકી
પીએમ મોદીએ લલિતા ઘાટ પર માતા ગંગાનને પ્રણામ કર્યા અને નદીમાં સ્નાન કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ કળશમાં જળ લીધુ અને પછી પગપાળા જ કાશી વિશ્વનાથ મંદિર જવા માટે નીકળી ગયા.
લલિતા ઘાટ પહોંચ્યા પીએમ મોદી
પીએમ મોદી વારાણસીના લલિતા ઘાટ પહોંચી ગયા છે. અહીંથી પ્રધાનમંત્રી કળશમાં ગંગા નદીનું જળ લેશે અને કાશી વિશ્વનાથ મંદિર જશે. તેમની સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે.
કાળ ભૈરવ મંદિર પહોંચ્યા પ્રધાનમંત્રી
વારાણસી પહોંચતાની સાથે જ પીએમ મોદી કાળ ભૈરવ મંદિરે ગયા અને ત્યાં પૂજા અર્ચના કરી.
PM મોદી વારાણસી પહોંચ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી પહોંચી ગયા છે. એરપોર્ટ પર સીએમ યોગી આદિત્યનાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. અત્રે જણાવવાનું કે કાશી વિશ્વનાથ કોરિડોર પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે.
11 અર્ચકો સાથે થશે બાબાનો અભિષેક
અત્રે જણાવવાનું પીએમ મોદીના કાશી આગમન બાદ સૌથી પહેલા કાશીના કોટવાલ કાળ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરશે. પીએમ મોદી હેલિકોપ્ટરથી ગંગા નદીના કિનારે ઉતરશે. પીએમ મોદી ક્રૂઝથી લલિતા ઘાટ પહોંચશે. લલિતા ઘાટથી કળશમાં ગંગાજળ લઈને કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં જશે. 11 અર્ચકો સાથે પીએમ મોદી બાબા વિશ્વનાથનો જળાભિષેક કરશે. બાબા વિશ્વનાથની પૂજા અર્ચના કર્યા બાદ પીએમ મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કરશે.
કાશીમાં ગંગા આરતી કરશે પીએમ મોદી
પીએમ મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કરીને DLW ગેસ્ટ હાઉસ જશે. સાંજે 5.30 વાગ્યાની આસપાસ પીએમ મોદી રવિદાસ ઘાટ પહોંચશે. જ્યાંથી ક્રૂઝથી દશાશ્વમેઘ ઘાટ જશે. અહીં પીએમ મોદી ગંગા આરતીમાં સામેલ થશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ગંગા આરતીમાં સામેલ થશે. એ વાતની સંભાવના છે કે ગંગા આરતી બાદ ક્રૂઝ પર જ પીએમ મોદી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન આતિશબાજી અને લેઝર શો જેવા કાર્યક્રમો થશે. ત્યારબાદ પીએમ મોદી DLW ગેસ્ટ હાઉસ જવા રવાના થશે.
તેઓ અહીંથી મા ગંગાનું જળ સાથે લેશે. શ્રી કાશી વિશ્વનાથ ધામના ઉદઘાટનનું શુભ મુહૂર્ત રેવતી નક્ષત્રમાં બપોરે 1:37 વાગ્યાથી 1:57 વાગ્યા સુધી 20 મિનિટનું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરના સંકુલમાં ગંગા નદીના તટથી જ્યોતિર્લિંગ વચ્ચે જળ સાથે પગપાળા પહોંચશે. તેઓ અહીં આશરે 40 મિનિટ પરિસરનો પ્રવાસ કરશે. આ ધામના વિકાસ, વિસ્તરણ અને સૌંદર્યીકરણ હેઠળ મંદિરના 50 હજાર ચોરસફૂટના ક્ષેત્રને તૈયાર કરવા આશરે રૂ.800 કરોડનો ખર્ચ કરાયો છે. એમાંથી રૂ. 350 કરોડનો ખર્ચ તો મંદિરની આસપાસનાં મકાનો ખરીદવા જ કરાયો છે.
વારાણસીમાં પીએમ મોદીનો કાર્યક્રમ
– 12:00 PM થી 12:10 PM સુધી દર્શન-પૂજા કાળ ભૈરવ મંદિર
– 1:00 PM થી 1:20 PM સુધી દર્શન-પૂજા શ્રી કાશી વિશ્વનાથ મંદિર
– 1:25 PM થી 2:25 PM સુધી-શ્રી કાશી વિશ્વનાથ ધામનો લોકાર્પણ કાર્યક્રમ
– 2:30 PM થી 3:50 PM સુધી- રસ્તામાં વિભિન્ન ભવનોનું નીરિક્ષણ
– 3:50 PM વાગે- પ્રસ્થાન, રવિદાસ પાર્કથી DLW ગેસ્ટ હાઉસ
– 4:00 PM વાગ્યાથી 5:30 PM સુધી- DLW ગેસ્ટ હાઉસમાં સમય આરક્ષિત
– 6:00 PM થી 8:45 PM સુધી- આરક્ષિત, (ગંગા આરતી અને બેઠક)- રવિદાસ પાર્ક જેટ્ટી
– 9:10 PM વાગે- આગમન, DLW ગેસ્ટ હાઉસ, વારાણસી
આજે પૂરું થશે બાપુનું સપનું- યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે મહાત્મા ગાંધી પણ જ્યારે વારાણસી આવ્યા હતા ત્યારે તેમણે પણ અહીંની સ્થિતિ જોઈને તીખી ટિપ્પણીઓ કરી હતી. પરંતુ 100 વર્ષોમાં કોઈએ તેના પર ધ્યાન આપ્યું નહીં. કાશી વિશ્વનાથે વિદેશી આક્રાંતાઓને ઝેલ્યા છે.
કોરિડોરનું શ્રેય લેવા માટે લાગી હોડ
આ બાજુ અખિલેશ યાદવે ટ્વીટ કરી કે કાશી વિશ્વનાથ કોરિડોરની ક્રોનોલોજી: સપા સરકારમાં કરોડોની ફાળવણી થઈ, સપા સરકારમાં કોરિડોર હેતુ ભવનોનું અધિગ્રહણ શરૂ થયું અને મંદિરકર્મીઓ માટે માનદેય નક્કી કરાયું. ‘પૈદલજીવી’ જણાવે કે સપા સરકારના વરુણા નદીના સ્વસ્છતા અભિયાનને કેમ રોક્યું અને મેટ્રોનું શું થયું?
આ ઉપરાંત અખિલેશ યાદવે રવિવારે પીસીમાં પણ નિવેદન આપ્યું હતું કે કાશી વિશ્વનાથ કોરિડોરની શરૂઆત અમે કરી હતી. સપા સરકારમાં કેબિનેટથી કાશી વિશ્વનાથ કોરિડોર પાસ થયો. અમે તેનો ડોક્યુમેન્ટ તમને બધાને આપીશું. હવે ડોક્યુમેન્ટ સાથે વાત થશે, ડોક્યુમેન્ટ વગર કોઈ વાત નહીં થાય.