ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી, બેલા ત્રિવેદીની ખંડપીઠનો આદેશ
અલગ રહેતા પત્ની અને બાળકોને ભરણ પોષણ ચુકવવા મજૂરી કરવી પડે તો પણ કરો : સુપ્રીમ કોર્ટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોઇ પણ વ્યકિતને અલગ રહેતા પત્ની અને બાળકોની જરૃરિયાતો પૂર્ણ કરવા માટે કમાવવું જોઇએ. આ માટે ભલે શારીરિક શ્રમ કરવાવાળું કામ જ કેમ ન કરવું પડે. સુપ્રીમ કોર્ટે મેઇટેનન્સના એક કેસની સુનાવણી કરતી વખતે આ વાત જણાવી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે પત્ની અને સગીર બાળકોની જવાબદારીથી કોઇ વ્યકિત હાથ ઉંચા કરી શકે નહી. ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી અને ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદીની બેન્ેચે જણાવ્યું હતું કે સીઆરપીસીની કલમ 125 હેઠળ મેઇન્ટેનન્સની જે જોગવાઇ છે તે સામાજિક ન્યાય માટે છે. કોર્ટે જણાવ્યું હતું કે આ નિયમ મહિલાઓ અને બાળકોેના સંરક્ષણ માટે છે.
આ સાથે જ કોર્ટે એ વ્યકિતની અરજી ફગાવી દીધી હતી કે જેણે જણાવ્યું હતું કે તેની પાસે કોઇ આવક ન હોવાથી અલગ રહેલા પત્ની અને બાળકોને ભરણપોષણ ભથ્થું આપી શકું તેમ નથી. પતિએ જણાવ્યું હતું કે તેનું બિઝનેસ બંધ થઇ ગયું છે. આ માટે ભરણ પોષણ આપવાની સ્થિતિમાં નથી.
જે અંગે કોર્ટે ઉગ્ર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે અરજી દાખલ કરનાર વ્યકિત શારીરિક રીતે ફીટ છે.
આ સ્થિતિમાં તે પત્ની અને બાળકોના ભરણપોષણ માટે તે શારીરિક શ્રમ પણ કરી શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે ભલે તેને મહેનત કરવી પડે પણ તે પત્ની અને બાળકોની જરૃરિયાતોને નજરઅંદાજ કરી શકે નહીં.
- Advertisement -
સુપ્રીમ કોર્ટે આ વ્યકિતને આદેશ આપ્યો છે કે તે પત્નીને દર મહિને 10 હજાર રૃપિયાની રકમ આપે. આ ઉપરાંત સગીર પુત્રને પણ દર મહિને 6 હજાર રૃપિયાની મદદ કરે. સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે સીઆરપીસીની કલમ 125 હેઠળ મહિલાઓના સંરક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે.
જો કોઇ મહિલાને પતિનું ઘર છોડવું પડે તો તેના ભરણપોષણ માટે જરૃરી વ્યવસ્થા કરવી જોઇએ. આ જ વાત આ જોગવાઇમાં કરવામાં આવી છે. જો આમ નહીં થાય તો મહિલા માટે પોતાના બાળકો અને પોતાનું ભરણપોષણ કરવું મુશ્કેલ બનશે.