By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 hours ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    1 day ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    2 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    2 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    4 hours ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    4 hours ago
    હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
    4 hours ago
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    1 day ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 day ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    6 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પેટાચૂંટણીનાં પરિણામોની અસર પાલિકાની ચૂંટણી પર પડશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > પેટાચૂંટણીનાં પરિણામોની અસર પાલિકાની ચૂંટણી પર પડશે
AuthorBhavy Ravalગુજરાત

પેટાચૂંટણીનાં પરિણામોની અસર પાલિકાની ચૂંટણી પર પડશે

Khaskhabar Editor
Last updated: 2022/02/10 at 4:55 PM
Khaskhabar Editor 6 years ago
Share
7 Min Read
SHARE

ભાજપની ૬ તો કોંગ્રેસની ૨ બેઠકો પર થઈ શકે છે જીત

પેટાચૂંટણીમાં ભાજપ પાસે ૮માંથી વધુમાં વધુ ૬ બેઠકો અને કોંગ્રેસ પાસે ૮માંથી વધુમાં વધુ ૪ બેઠકો જીતવાની તક

 ગોરધન ઝડફિયાને મેદાન ઉતારી ભાજપ ખેલી શકે છે મોટો દાવ : પટેલ અને કોળી મતદાર પર રહેશે બધો જ દારોમદાર

  • ભવ્ય રાવલ

  ગુજરાતમાં ૮ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યમાં ૩ નવેમ્બરે વિધાનસભાની ૮ ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે અને ૧૦ નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. આ પેટાચૂંટણીમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ અને અબડાસાની બેઠકો સામેલ છે. વર્તમાન પરિસ્થિતિ અનુસાર આ પેટાચૂંટણીમાં ભાજપને ૬ અને કોંગ્રેસને ૨ વિધાનસભાની બેઠકો મળી શકે એવું ખાસ ખબરનું અનુમાન છે મતલબ કે વિધાનસભાની પેટાચૂંટણીમાં ૮ બેઠકોમાંથી ૨ બેઠક પર ભાજપની અને ૬ બેઠક પર કોંગ્રેસની હાર શકે છે. ભાજપની લીંબડી, કરજણ બેઠક પર અને કોંગ્રેસની કપરાડા, ડાંગ, ગઢડા, ધારી, અબડાસા, મોરબી બેઠક પર હાર થઈ શકે છે. જો અંતિમ ઘડીએ બાજી પલટે અને કોઈ મોટા ઉલેટફેર થાય તો પણ પેટાચૂંટણીમાં ભાજપ પાસે ૮માંથી વધુમાં વધુ ૬ બેઠકો અને કોંગ્રેસ પાસે ૮માંથી વધુમાં વધુ ૪ બેઠકો જીતવાની તક છે. ભાજપ ૬થી વધુ અને કોંગ્રેસ ૪થી વધુ બેઠકો જીતી નહીં શકે એવું જણાય રહ્યું છે. કોની કઈ બેઠક પરથી સો ટકા હાર જ થશે કે કોની કે બેઠક પરથી સો ટકા જીત જ થશે એ હાલ સચોટપણે કહેવું મુશ્કેલ છે છતાં એટલું સ્પષપણે કહી શકાય કે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય.. પેટાચૂંટણીનાં પરિણામોની અસર પાલિકાની ચૂંટણી પર થવાનું નિશ્ચિત છે.

Contents
ભાજપની ૬ તો કોંગ્રેસની ૨ બેઠકો પર થઈ શકે છે જીતપેટાચૂંટણીમાં ભાજપ પાસે ૮માંથી વધુમાં વધુ ૬ બેઠકો અને કોંગ્રેસ પાસે ૮માંથી વધુમાં વધુ ૪ બેઠકો જીતવાની તક ગોરધન ઝડફિયાને મેદાન ઉતારી ભાજપ ખેલી શકે છે મોટો દાવ : પટેલ અને કોળી મતદાર પર રહેશે બધો જ દારોમદાર

 વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસ્સાકસ્સીનો જંગ જોવા મળશે. કારણ કે, આ પેટાચૂંટણીમાં પક્ષપલટુથી લઈ પક્ષનાં આંતરિક જૂથવાદ મહત્વની ભૂમિકા ભજવશે. કૃષિ બિલ, હાથરસકાંડ, ભારત–ચીન સરહદી વિવાદથી લઈ કોરોનાકાળ, સ્કૂલ ફી, મંદી, મોંઘવારી, બેરોજગારી અને માળખાકીય સુવિધાઓ જેવા અનેક મુદ્દાઓ આ પેટાચૂંટણીમાં ચર્ચાવવાનાં છે ત્યારે ટિકિટ ફાળવણી સમયે જે પક્ષ – સંગઠનમાં નારાજગી વધશે તે પક્ષ – સંગઠનને નુકસાની ભોગવવી પડશે એ નક્કી છે. વળી, પેટાચૂંટણી બાદ ટૂંકસમયમાં પાલિકાની ચૂંટણી આવશે અને એ પાલિકાની ચૂંટણી પર પેટાચૂંટણીનાં પરિણામ અસર થવાની છે એ પણ નક્કી છે. પેટાચૂંટણીનાં પરિણામોની સંભાવના પર નજર નાખતા પાલિકાની ચૂંટણી લડવા ભાજપને નવો જોમ–જુસ્સો મળી રહેશે. પેટાચૂંટણીનાં પરિણામો ભાજપ માટે પ્રોત્સાહક રહેવાના છે અને કોંગ્રેસ માટે લાલબત્તી સમાન. પેટાચૂંટણીનાં પરિણામો ભાજપ તરફી વધુ રહેવાની સંભાવના છે એટલે પેટાચૂંટણી બાદ આવનારી પાલિકાની ચૂંટણીમાં આ પરિણામોની અસર જોવા મળશે તો ભાજપને પેટાચૂંટણીનાં પરિણામોનો માહોલ પાલિકાની ચૂંટણીમાં પણ ફાયદો કરી શકે છે. આનો એક અર્થ એ પણ છે કે, પેટાચૂંટણીમાં જે પક્ષ સારું પરિણામ મેળવશે તે પક્ષ પાલિકાની ચૂંટણીમાં સારું પરિણામ મેળવશે. ભાજપ અને કોંગ્રેસ માટે અતિ અગત્યની પાલિકાની ચૂંટણીમાં પેટાચૂંટણીનાં પરિણામો પણ અગત્યનો ભાગ ભજવશે. જો કોંગ્રેસે પાલિકાઓ કબજે કરવી હોય તો પેટાચૂંટણી કોઈપણ સંજોગોમાં જીતવી પડે.

- Advertisement -

   ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ સી.આર. પાટીલ ભલે અગાઉ કોંગ્રેસમાંથી આવેલાં તમામને ટિકિટ મળે તે મતના ન હોય પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ચારથી પાંચ જેટલા ધારાસભ્યોને વિધાનસભા પેટાચૂંટણીની ટિકિટ મળી શકે છે. આ ઉપરાંત ધારી બેઠક પરથી ગોરધન ઝડફિયાને મેદાનમાં ઉતારી ભાજપ મોટો દાવ ખેલી શકે છે. એટલે અમુક બેઠક પર મતદારો પક્ષપલટુને ભરી પીવાની રાહ જોઈ રહ્યાં છે તો અમુક બેઠક પર પક્ષપલટુઓની જીત નિશ્ચિત મનાય રહી છે તો અમુક બેઠક પર જૂના જોગીને જીતાડવા મતદારો ઉત્સુક છે. બીજી તરફ કોંગ્રેસે પણ નવા ઉમેદવારો સાથે પેટાચૂંટણીની વધુમાં વધુ બેઠકો પર જીતવાનાં પ્રયાસ હાથ ધરી દીધા છે. અત્યારે પેટાચૂંટણીમાં ભાજપ માટે કોને ટિકિટ આપવી અને કોને ટિકિટ ન આપવી એ પ્રશ્ન છે તો કોંગ્રેસમાં કોને ટિકિટ આપવી એ સમસ્યા છે. વિધાનસભા પેટાચૂંટણીની આઠ બેઠકો પર કોંગ્રેસ દ્વારા સક્ષમ ઉમેદવારની હજુ શોધ જ કરવામાં આવી રહી છે. આ માટે બેઠક દીઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી જેની પ્રાથમિક બેથી ત્રણ નામોની યાદી મોવડીમંડળ પાસે મોકલી દેવામાં આવી છે છતાં હજુ પણ પેટાચૂંટણીની આઠ બેઠકો પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે એ કહેવું સૌથી મુશ્કેલભર્યું છે.

  પેટાચૂંટણીની આઠ બેઠકોનાં મતદારોની વાત કરવામાં આવે તો આ આઠેય બેઠકો પર પટેલ અને કોળી મતદાર ભાજપ અને કોંગ્રેસની હાર-જીત નક્કી કરશે. સૌરાષ્ટ્રની બેઠકો પર પટેલ તો સૌરાષ્ટ્ર આસપાસ અને બહારની બેઠકો પર કોળી મતદારોનો બધો જ દારોમદાર રહેશે. અને આ કારણે જ પેટાચૂંટણીમાં ભાજપનું પલડું ભારે લાગી રહ્યું છે. ભાજપ પાસે સક્ષમ ઉમેદવારો, પક્ષપલટુ તેમજ જે–તે સમાજનાં અગ્રણીઓનો સાથ છે. ગુજરાત ભાજપ પ્રમુખ અગાઉથી જ પટેલોને પોતાના તરફ કરી ચૂક્યા છે. ભાજપમાંથી જેને–જેને ટિકિટ મળવાની છે તેને–તેને પોતાના મતવિસ્તારમાં મતદારો માટે સક્રિયતાથી કામગીરી કરવાની સૂચના અપાઈ ગઈ છે અને સંગઠનની અન્ય કામગીરી સોંપાઈ ગઈ છે. બીજી તરફ કોંગ્રેસ હજુ કોને ટિકિટ આપશે એ જ નક્કી નથી. પેટાચૂંટણીમાં ઉભા રાખવા મુરતિયાઓની શોધ ચાલુ છે. તેથી આ બેઠકો પર કોંગ્રેસનાં નેતાઓ અને અગ્રણીઓ હજુ શું કરવું અને શું ન કરવું એવી અસમંજસભરી સ્થિતિમાં છે. આ તમામ બાબતો પેટાચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ બેઠકો પર જીત અપાવશે અને આ પેટાચૂંટણીનું પરિણામ પણ પાલિકાની ચૂંટણી પર પડશે. આમ, પેટાચૂંટણી ભાજપની દિવાળી સુધારી શકે છે અને ત્યારબાદ આવનારી પાલિકાની ચૂંટણીમાં પણ પેટાચૂંટણીનાં પરિણામો ભાજપ માટે ફળદાયી–ફાયદાકારક સાબિત થઈ શકે છે.

 વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનાં સંભવિત ઉમેદવારો

- Advertisement -

મોરબી         –       બ્રિજેશ મેરજા

અબડાસા       –       પ્રદ્યુમનસિંહ જાડેજા

કરજણ         –       અક્ષય પટેલ

કપરાડા        –       જીતુ ચૌધરી

ધારી           –       ગોરધન ઝડફિયા અથવા જે.વી. કાકડિયા

લીમડી         –       સોમા પટેલ અથવા કિરીટસિંહ રાણા

ગઢડા          –       પ્રવિણ મારૂ અથવા આત્મારામ પરમાર

ડાંગ            –       મંગળ ગાવિત અથવા અન્ય કોઈ

 વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસનાં સંભવિત ઉમેદવારો

ધારી           –       જેનીબેન ઠુમ્મર અથવા સુરેશ કોટડિયા

મોરબી         –       જયંતિભાઈ પટેલ અથવા કિશોર ચીખલીયા

લીંબડી         –       કલ્પનાબેન ધોલીયા અથવા ચેતન ખાચર

ગઢડા          –       મોહન સોલંકી અથવા મુકેશ શ્રીમાળી

અબડાસા       –       વિસનજી પાંચાણી અથવા નવલસિંહ જાડેજા

ડાંગ            –       ઉમેદવારની શોધ ચાલુ છે

કપરાડા        –       ઉમેદવારની શોધ ચાલુ છે

કરજણ         –       ઉમેદવારની શોધ ચાલુ છે

 ભાજપ કઈ-કઈ બેઠકો જીતી શકે છે?

કપરાડા – ડાંગ – ગઢડા – ધારી – અબડાસા – મોરબી

 કોંગ્રેસ કઈ-કઈ બેઠકો જીતી શકે છે?

લીંબડી – કરજણ

You Might Also Like

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

અમદાવાદની 10 સ્કૂલ અને મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેસ્ટર્ન રેલવે રાજકોટ ડિવિઝનમાં બૂલેટ ટ્રેનની ગતિએ કૌભાંડો !
Next Article ગંદા હૈ પર ધંધા હૈ યે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ
કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?