પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરના બાગ બગીચા ની યોગ્ય જાળવણી કરવામાં આવતી ન હોવાથી શહેરના તમામ બાગ બગીચાઓ ઉજડ બન્યા છે. ત્યારે પાટણ આમ આદમી પાર્ટી દ્વારા સ્વચ્છતા નાં હિમાયતી એવાં મહાત્મા ગાંધીના નામથી ઓળખાતા ગાંધી બાગ ની છેલ્લા એક સપ્તાહથી સ્વખર્ચે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા બાગ બગીચાઓ માં પાલિકા નાં સત્તાધિશો દ્વારા તાત્કાલિક ધોરણે માળી કામદાર,ચોકીયાત સહિત બાગ બગીચાઓ ની સ્વચ્છતા અને જાળવણી રાખવામાં આવે તેવી માંગ સાથે પાલિકા નાં ઓ.એસ .ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું .સાથે સાથે આમ આદમી પાર્ટી પાટણના પ્રમુખે પાલિકા દ્વારા શહેરના બાગ બગીચા ની જાળવણી શક્ય ન હોય તો શહેરના તમામ બાગ બગીચાઓ આમ આદમી પાર્ટી પાટણને સોંપી દેવા જોઈએ તેવો કટાક્ષ પાલિકા સત્તાધીશો સમક્ષ કયો હતો.

  • જેઠી નિલેષ પાટણ