ગોંડલના જય ઠાકરે પ્રથમ અને કૃષ્ણકુમારસિંહ જાડેજાએ ત્રીજું સ્થાન મેળવી એકેડેમીનું નામ રોશન કર્યું
પરમરાજસિંહ દ્વારા જબરજસ્ત દેખાવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
તાજેતરમાં અમદાવાદ ખાતે 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024 યોજાઈ હતી, જેમાં રાણા પિસ્તોલ શૂટિંગ એકેડેમીના શૂટર્સનો ઉજ્જવળ દેખાવ રહ્યો છે. આ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સાવનકુમાર અકબરી, જય નીતિનભાઈ ઠાકર, કૃષ્ણકુમારસિંહ મોહનસિંહ જાડેજા, કુલદીપસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ, કેરિન યતીન ખખ્ખર અને રાહુલ અશોક અમીનએ ઉજ્જવળ દેખાવ કર્યો છે જે બદલ તેમને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.
અમદાવાદ ખાતે યોજાયેલી 60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024 જેમાં રાણા પિસ્તોલ શૂટિંગ એકેડેમીના શૂટર્સ ગોંડલના જય ઠાકર પ્રથમ અને કૃષ્ણકુમારસિંહ મોહનસિંહ જાડેજાએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી ગોંડલનું ગૌરવ વધાર્યું હતું. સાવનકુમાર અકબરીને 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ મેન ઈવેન્ટ (એન.આર.) કેટેગરીમાં સુવર્ણચંદ્રક, જય નીતિનભાઈ ઠાકરને 50 પિસ્તોલ મેન ઈવેન્ટ (એન.આર.) કેટેગરીમાં કાંસ્યચંદ્રક, કુલદીપસિંહ નરેન્દ્રસિંહ ગોહિલને 10 મીટર એર પિસ્તોલ મેન ઈવેન્ટ (એન.આર.) કેટેગરીમાં રજતચંદ્રક, કેરિન યતીન ખખ્ખરને 10 મીટર એર રાઈફલ યૂથ વુમન ટીમ ઈવેન્ટ (એન.આર.) કેટેગરીમાં સુવર્ણચંદ્રક, રાહુલ અશોક અમીનને 50 મીટર પિસ્તોલ માસ્ટર્સ ઈવેન્ટ (એન.આર.) કેટેગરીમાં સુવર્ણચંદ્રક, 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ માસ્ટર્સ ઈવેન્ટ (એન.આર.) કેટેગરીમાં રજતચંદ્રક મેળવી અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો
- Advertisement -
આ સ્પર્ધામાં પરમરાજસિંહ દ્વારા જબરજસ્ત દેખાવ કરી (આઈએસએસએફ) ઈવેન્ટ સિનિયર મેન કેટેગરી 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોરમાં, 25 મીટર સેન્ટરફાયર પિસ્તોલમાં, 50 મીટર પિસ્તોલમાં, 10 મીટર પિસ્તોલમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે સાથોસાથ અન્ય 10 શૂટર અલગ અલગ કેટેગરીમાં પ્રી-નેશનલ શૂટિંગ સ્પર્ધા માટે ક્વોલિફાય થયા છે જે હવે જિલ્લા તથા રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરવા કટિબદ્ધ થઈ તનતોડ મહેનત કરી રહ્યા છે.