દુનિયામાં ઓમિક્રોનનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે જેના વચ્ચે કોરિયાના વેજ્ઞાનિકોએ ઓમિક્રોનના ટેસ્ટિંગ માટે નવું સંશોધન કર્યું છે. મોલિક્યુલર ડાયગ્નોસિસ ટેસ્ટ દ્વારા માત્ર 20 મિનિટમાં ઓમિક્રોન વેરિયન્ટનું ટેસ્ટિંગ થઈ શકશે. હાલની સ્થિતિમાં ઓમિક્રોનનું ટેસ્ટિંગ કરવા માટે લાંબો સમય લાગે છે. મોલિક્યુલર ડાયગ્નોસિસ ટેસ્ટ દ્વારા ઓમિક્રોનના દર્દીની ખૂબ જલ્દી ખબર પડી જશે.
કોરિયાની સંશોધન સંસ્થાના કેમિકલ ઈન્જિન્યરિંગ વિભાગના પ્રોફેસર લી જંગ વૂકના નેતૃત્વ હેઠળ એક સંશોધક દળે આ સંશોધન કર્યું છે. જે માત્ર 20થી 30 મિનિટમાં ઓમિક્રોન વેરિયન્ટનું ટેસ્ટિંગ કરી તેનું ઓનલાઈન પરિણામ જાહેર કરી શક્શે. સંશોધક વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ મોલિક્યુલર ડાયગ્નોસિસ ટેસ્ટ એકલ ન્યૂક્લિયોટાઈડ આધાર પર ન્યૂટેશનને અલગ કરી શકે છે.જેના કારણે તે ઓમિક્રોનનું પરિક્ષણ કરી શકે છે.