ગુજરાતમાં SBI અને BOBની ગ્રામીણ બેંકનું વિલીનીકરણ થશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.7
- Advertisement -
દેશમાં ગ્રામીણ ક્ષેત્રે ધિરાણ માટે જે રીતે ગ્રામીણ બેંકોની સ્થાપના કરવામાં આવી છે તેમાં હવે આગામી દિવસોમાં એક રાજય એક ગ્રામીણ બેંકની નવી પોલીસી અમલમાં મુકવા તૈયારી છે અને દરેક રાજયોમાં એકથી વધુ ગ્રામીણ બેંકો હશે તો તેને મર્જ કરી દેવાશે. કેન્દ્ર સરકારે આ અંગે ગ્રામીણ બેંકોમાં કાર્યક્ષમતા લાવવા માટે ખાસ યોજના ઘડી છે. અને આગામી દિવસોમાં તેનો સત્તાવાર રીતે અમલ શરૂ થઇ જશે. કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે આ ઉપરાંત ગ્રામીણ બેંકો અને જાહેર ક્ષેત્રની બેંકો વચ્ચે હાલ જે ધિરાણ માટે એક સ્પર્ધાત્મક સ્થિતિ છે તે ટાળવા પણ નિર્ણય લેવાયો છે.
હાલ દેશમાં કુલ 43 ગ્રામીણ બેંકો છે તેમાંથી ઘટાડીને 30 કરવામાં આવશે અને એક મુખ્ય બેંક નકકી કરીને અન્ય બેંકોને તેમાં ભેળવી દેવાશે. વાસ્તવમાં ગ્રામીણ ધીરાણમાં સરકાર હવે એક મોટો બદલાવ લાવી રહી છે અને એકથી વધુ રાષ્ટ્રીયકૃત બેંકો ગ્રામીણ બેંક ચલાવે તે દુર કરાશે ગુજરાતની જ વાત કરીએ તો બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બંનેની ગ્રામીણ બેંકો છે.
સૌથી વધુ ગ્રામીણ બેંકો આંધ્રપ્રદેશ, ઉતરપ્રદેશ અને પંજાબમાં છે. જયાં ત્રણ-ત્રણ રાષ્ટ્રીયકૃત પોતાની ગ્રામીણ બેંક ચલાવે છે અને ધિરાણનું ડુપ્લીકેશન થવાની તૈયારી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સૌથી વધુ 14 ગ્રામીણ બેંકો ધરાવે છે જયારે પંજાબ નેશનલ બેંક પાસે 9, કેનેરા બેંક પાસે 4 ગ્રામીણ બેંકો છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકો આ ગ્રમીણ બેંકોને સ્પોન્સર કરે છે જોકે ગ્રામીણ બેંકોનું પરફોર્મન્સ સુધાર્યુ છે. કુલ 7571 કરોડનો નફો કર્યો છે તથા આ બેંકોનું ગ્રોસ એનપીએ છેલ્લા 10 વર્ષમાં નીચુ 6.1 ટકા ગયું છે. નાણામંત્રી નિર્મલા સિતારામને ગત મહિને આ અંગે એક બેઠક યોજી હતી. જેમાં ગ્રામીણ બેંકોમાં પણ ડીજીટલ ટેકનોલોજીને વેગ આપવા માટે ભાર મુકવામાં આવ્યો હતો. રીઝર્વ બેંક પણ માને છે કે ગ્રામીણ બેંકોની સંખ્યા મર્યાદિત હોવી જોઇએ. જોકે આ બેંકો ગ્રામીણ ધિરાણમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેથી તેનું માળખુ વધુ મજબુત કરવાથી ગ્રામીણ ક્ષેત્રોને મોટો ફાયદો થશે તે નિશ્ર્ચિત છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં હજુ ગ્રામીણ બેંકો પહોંચી શકી નથી ત્યાં મોબાઇલ ગ્રામીણ બેંકની પણ એક શકયતા વિચારવા જણાવ્યું છે જે ચોકકસ સમયે દુરના ક્ષેત્રમાં જઇને ધિરાણ સહિતની ભૂમિકા ભજવશે. ખાસ કરીને જયાં કાયમી રીતે બ્રાન્ચ ચલાવવી શકય નથી ત્યાં આ પરિસ્થિતિ ટાળવા માટે પ્રયત્ન થઇ રહ્યા છે. લાંબા સમય પછી ગ્રામીણ બેંકો અંગે સરકારે ચિંતા કરી છે અને તેના કારણે ગ્રામીણ ધિરાણને વધુ મજબુતાઇ મળશે.
- Advertisement -
દેશભરમાં ગ્રામીણ ધિરાણમાં એકરૂપતા લાવવા બ્લુ પ્રિન્ટ
રાષ્ટ્રીયકૃત બેંકો
દ્વારા સ્પોન્સર ગ્રામીણ બેંકોનો નફો રૂા.7571 કરોડ થયો
એનપીએ પણ 10 વર્ષમાં સૌથી ઓછું
ગ્રામીણ ધિરાણને આધુનિક ખેતી સાથે સાંકળી લેવાશે