કોરોનાની મહામારી વચ્ચે મ્યુઝિક સાથે પાર્ટી કરી કેક કાપી સેલિબ્રેશન કરવાનું ઓછુ થઇ રહ્યું છે તો બીજી તરફ કેટલાક લોકોસિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશનના સહયોગથી દર્દીઓ સાથે અનોખી રીતે બર્થ ડે ઉજવણી કરી રહ્યા છે. આ પ્રકારનો જાણે નવો ટ્રેન્ડ શરૃ થયો છે.
કોરોનાની મહામારી વચ્ચે મ્યુઝિક સાથે પાર્ટી કરી કેક કાપી સેલિબ્રેશન કરવાનું ઓછુ થઇ રહ્યું છે તો બીજી તરફ કેટલાક લોકોસિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશનના સહયોગથી દર્દીઓ સાથે અનોખી રીતે બર્થ ડે ઉજવણી કરી રહ્યા છે. આ પ્રકારનો જાણે નવો ટ્રેન્ડ શરૃ થયો છે.
કોરોનાના કપરા સમયે લોકો એકબીજાને મદદરૃપ થવાના પાઠ શીખ્યા છે. હવે લોકો માત્ર પોતાના વિષે નહીં પણ અન્યોના ભલા માટે પણ વિચારતા થયા છે. સામાન્ય રીતે લોકો જન્મદિવસની ઉજવણી પરિવાર, મિત્ર વર્તુળ અને સગાસંબંધીઓ ભેેગા મળી મ્યુઝિક સાથે પાર્ટી કરી કેક કાપીને કરતાં હોય છે. હવે કોરોના સંકટ અને લોકડાઉનની સ્થિતિ બાદ લોકોનો અભિગમ બદલાયો છે. નર્સિંગ એસો.ના ઇકબાલ કડીવાલાએ કહ્યું કે, કોરોના કાળમાં ઘણા શહેરીજનો સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશનના સહયોગથી દર્દીઓ સાથે અનોખી રીતે બર્થ ડે ઉજવણી કરી રહ્યા છે. અમુક વોર્ડમાં દર્દીઓનો બર્થ ડે હોય તો નર્સિંગ સ્ટાફ અને ડોકટર દ્વારા દર્દીની બર્થ ડેની ઉજવણી કરાય છે. સ્ટાફની બર્થ ડે હોય તો વોર્ડમાં નાસ્તો કે ચોકલેટ આપવામાં આવે છે. કેટલાક રકતદાન કરે છે. અમુક વ્યકિતઓ માસ્ક વિતરણ કરે છે. તો અમુક વ્યકિત અનાથ આશ્રમ અથવા જરૃરીયાતમંદ વ્યકિત કે દર્દીને મદદ કરે છે. શહેરના એક ધારાસભ્ય અને કોર્પોરેટર સિવિલના દર્દીઓની તકલીફ દુર કરવા જરૃરી મદદ કરીને બર્થ ડે ઉજવણી કરે છે. સિવિલમાં રવિવારે સેવાભાવી રોનકબેન ધુવ અને રોકી લાયન્સવાલાએ ગર્ભવતી સહિતના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. જન્મદિવસની ઉજવણી દર્દીઓ સાથે કરવાનો શહેરમાં અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. દર્દીઓ સાથે જન્મદિવસની સાર્થક ઉજવણી કરવાથી અન્ય લોકોને પ્રેરણા મળશે અને દર્દીઓમાં હકારાત્મક અસર પડે છે.
રીપોટ
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત