ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
ટંકારા તાલુકા સરકાર પક્ષેથી સ્વિકારી હકારાત્મક વલણ અપનાવી વર્ષ 2022માં તાલુકાના લતિપર હાઈવે પર સર્કિટ હાઉસ પાસે જબલપુર ગામની સીમ ખરાબાની સરકારી જમીન ફાળવણી કરી હતી. જેનુ વર્ચ્યુઅલ ખાતમુહુર્ત ગત ઓક્ટોબર-2022 મા કરવામાં આવ્યું હતુ. તેમજ સ્થળ પર ધાર્મિક વિધિ અનુસાર ટંકારાના પ્રખર સદગત શાસ્ત્રીજી મિલન મહારાજના આચાર્યપદે ટંકારાના તત્કાલીન જજ એન.સી. જાદવના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. અંતે રૂપિયા 743.80 ના ખર્ચે કુલ 9000 ચો.મી.ના વિશાળ કોર્ટ પરીસરમાં કોર્ટનું બિલ્ડિંગ આરસીસી સ્ટ્રકચરમા 2256 ચો મી. મા કોર્ટનુ નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવા ન્યાય મંદિરમાં સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ ઉપરાંત એડવોકેટોને બેસવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનુ ઉદ્દઘાટન ગુરૂવારે તા.10 એપ્રિલે હાઈકોર્ટ ના ચિફ જસ્ટિસ બિરેન વૈશ્ર્ણવના હસ્તે ઉદ્દઘાટન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ ઉદ્દઘાટન પ્રસંગે બાર એસોસિયેશન- ટંકારાના પ્રમુખ સંજયભાઈ ભાગીયા, સેક્રેટરી અતુલ ત્રિવેદી, ઉપપ્રમુખ રાહુલ ડાંગર, જોઈન્ટ સેક્રેટરી મુકેશ બારૈયા, બારના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ભાગીયા, પૂર્વ પ્રમુખ પરેશભાઈ ઉજરીયા, બી.વી.હાલા, કલ્પેશ સેજપાલ, કોર્ટ કર્મચારીઓ ઉપરાંત બારના સભ્યો દ્વારા પ્રસંગને અનુરૂપ ટંકારા વૈદિક ધર્મનો આહલેક જગાવતા આર્યસમાજ સંસ્થામા વૈદિક અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ન્યાયાલય ખુલ્લુ મુકાઈ તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ તકે, મોરબી જીલ્લા કલેકટર કિરણભાઈ ઝવેરી, ડિસ્ટ્રીકટ જજ દિલીપભાઈ મહિડા, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ટંકારાના જજ એસ.જી. શેખ, મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, મામલતદાર પી.એન.ગોર, મોરબી વકિલ મંડળના પ્રમુખ સી.પી. સોરીયા સહિતના ખાસ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, તાલુકા મથકે આકાર પામેલા ન્યાય મંદિર પરીસરમા જ જજ બંગ્લો સહિત કોર્ટ કર્મચારીઓના સ્ટાફ કવાટર્સ પણ બનાવવામા આવ્યા છે.
ટંકારામાં નવા ન્યાય મંદિરનું રંગેચંગે ઉદ્ઘાટન
