વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા અમદાવાદ શહેરથી જુનાગઢ ખાતે લગ્ન પ્રસંગ માટે આવેલ પરીવારનો કપડા સહીતના સામાનનો કુલ રૂા.10,000ની કિંમતનો ગુમ થયેલ થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્વારા શોધી કાઢેલ શીલ્પાબેન પટેલ અમદાવાદ શહેરમાંથી જૂનાગઢ લગ્ન પ્રસંગ માટે પરીવાર સાથે આવેલ હોય, ગાંધીચોક ખાતે બસમાંથી ઉતર્યા બાદ ઓટો રીક્ષામાં બેઠેલ, ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની સાથેનો એક થેલો કે જેમાં લગ્ન પ્રસંગમાં પહેરવાના નવા કીંમતી કપડા સહીતનો સામાન હતો જે થેલો ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તે અને તેમના પરીવાર વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ બી ડીવીઝનના પી.આઇ. એન.એ.શાહ ને કરતા પી.આઇ. દ્રારા નેત્રમ શાખા કમાન્ડ કંટ્રોલ સેન્ટરના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા અને બી ડીવીઝન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
રીક્ષામાં ગુમ થેલો પરત અપાવતી નેત્રમ શાખા

Follow US
Find US on Social Medias