સાણંદમાં નેસ્લે 700 થી 800 કરોડનું રોકાણ કરશે જયારે ગૂગલ અને જિયો ધોલેરામાં સસ્તા ફોન બનાવશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં સાણંદ પાસે નેસ્લે ઇન્ડિયાનો પ્લાન્ટ તૈયાર થઇ ગયો છે અને અહીં તેઓ તેમની પ્રોડક્ટ ઇન્સ્ટન્ટ નૂડલ્સ મેગીનું ઉત્પાદન કરશે. મેગીના ઇન્સ્ટન્ટ પેકેટની ડિમાન્ડમાં થયેલાં વધારાને ધ્યાને લઇને નૂડલ્સનો ભારતમાં આ ત્રીજો પ્લાન્ટ નેસ્લે ગુજરાતમાં નાંખી રહ્યું છે અને તે ઓગસ્ટ મહિનામાં તૈયાર થઇ જશે.
રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર નેસ્લેએ આ પ્રોજેક્ટ પાછળ 700થી 800 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હાલ ભારતમાં વિવિધ પ્રોડક્ટના તેમના આઠ પ્લાન્ટ છે અને હવે આ નવમો પ્લાન્ટ હશે, પરંતુ મેગી નૂડલ્સનો આ ત્રીજો પ્લાન્ટ હશે. આ પ્લાન્ટનું તમામ ક્ધસ્ટ્રક્શન કામ લગભગ પૂર્ણ થઇ ચૂક્યું છે અને હવે તે ઓગસ્ટ મહિનાથી અહીં ઉત્પાદનની શરૂઆત કરી દેશે.
- Advertisement -
કંપનીએ આ જાહેરાત 2019ના વર્ષમાં તેમના બીજા ક્વાર્ટરમાં કરી હતી અને તેનું ક્ધસ્ટ્રક્શનનું કામ પીએસપી પ્રોજેક્ટ્સને 100 કરોડ રૂપિયામાં અપાયું હતું. આ પ્લાન્ટમાં મહિને લગભગ પાંચેક ટન મેગી નૂડલ્સ બની શકે તેવી ક્ષમતા હશે અને સ્ટેટ ઓફ ધ આર્ટ ટાઇપની મશીનરી અહીં લગાવવામાં આવી છે. રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું કે આ પ્લાન્ટમાં કંપની 600 કર્મચારીઓની ભરતી કરશે અને તેમાંથી 50 ટકા સ્ટાફ મહિલા હશે. કંપની આ કર્મચારીઓની ભરતી સ્થાનિક સ્તરેથી જ કરશે અને તેમને મશીન ઓપરેટિંગથી માંડીને તમામ ટ્રેઇનિંગ પણ આપશે.
હવે ધોલેરા સરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું 80 ટકા કામ પૂર્ણ થયું હોવાનો દાવો કરાય છે. આથી સરકાર મોટી મોટી કંપનીઓને લાવીને વિશ્વભરનું ધ્યાન તે તરફ ખેંચવા માંગે છે. હવે એવી વાત આવી છે કે આઇટી જાયન્ટ ગૂગલ પણ ગુજરાતમાં આવવા ઉત્સુક છે, કંપનીના અધિકારીઓ હાલ ગુજરાતના ધોલેરામાં પોતાનું યુનિટ સ્થાપવામાં રસ ધરાવે છે.
ગૂગલ જિયો સાથે મળીને વિશ્વના સૌથી સસ્તા સ્માર્ટફોનનું ઉત્પાદન અહીં કરવા
માંગે છે.
રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ટામેટાનું ઉત્પાદન મોટાપાયે થતું હોવાથી આગામી સમયમાં નેસ્લે કંપની અહીં તેમનો મેગી ટોમેટો કેચ-અપ પણ બનાવે તેવી ધારણા છે. આ કારણોસર ગુજરાતના ટામેટા પકવતાં ખેડૂતોને સારી એવી આવક મળી શકે છે. શક્યતા છે કે કંપની ખેડૂતો પાસે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાર કરીને તેમનાં ઉત્પાદનને સારાં દામ આપીને ખરીદી લે. પંજાબમાં પણ ટામેટા પકવતા ખેડૂતોને ફાયદો થયો છે.