ભારત અને એશીયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને 1.13 અબજ ડોલરનો ઝટકો લાગ્યો હોય તેમ તેમની સંપતિમાં મંગળવારે મોટુ ગાબડુ પડયું હતું. ગૌતમ અદાણીની સંપતિમાં પણ 69.4 કરોડ ડોલરની નુકસાની હતી. બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્ષમાં દર્શાવાયા પ્રમાણે અંબાણીની નેટવર્થ 84.7 અબજ ડોલર રહી ગઇ છે અને દુનિયાના સૌથી ધનવાન લોકોની યાદીમાં 13માં નંબરે રહ્યા છે.
એક વર્ષમાં તેમની નેટવર્થમાં 2.41 અબજ ડોલરનો ઘટાડો થયો છે. આ સિવાય અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપતિમાં મંગળવારે 69.4 કરોડ ડોલરનો ઘટાડો થયો હતો. અને તેમની સંપતિ પ4.3 અબજ ડોલર રહી ગઇ છે. ચાલુ વર્ષે તેમના નેટવર્થ 66.2 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તેઓ દુનિયાના અમીરોની યાદીમાં 23માં ક્રમે છે. ફ્રાન્સના આર્નોલ્ડ 203 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના સૌથી ધનવાન છે.
- Advertisement -
ચાલુ વર્ષે તેમની સંપતિમાં 40.6 અબજ ડોલરનો વધારો થયો છે. આ સિવાય એસ્લાના સીઇઓ એલન મસ્ક 166 અબજ ડોલરની સંપતિ સાથે દુનિયાના બીજા નંબરના ધનવાન છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોઝની સંપતિમાં 2.26 અબજ ડોલરનો વધારો થયો હતો. અને 137 અબજ ડોલરની સંપતિ સાથે વિશ્વના ત્રીજા નંબરના ધનવાન બન્યા છે. ચાલુ વર્ષે તેમની સંપતિમાં 30.3 અબજ ડોલરનો વધારો થયો છે. માઇક્રો સોફટના બિલ ગેસ્ટના 125 અબજ ડોલરની નેટવર્થ સાથે ચોથા નંબરે છે.