કેમ્પના આયોજકોએ બલજીત કૌરના મૃતદેહને શોધવા માટે ત્રણ હેલિકોપ્ટર મોકલ્યા
બલજીત કૌર પોમોરી પર્વત પર વિજય મેળવનારી ભારતની પ્રથમ મહિલા બની
ખાસ-ખબર સંવાદદાતા
નેપાળમાં આઠ હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત અન્નપૂર્ણા શિખર પર વિજય મેળવ્યા બાદ પર્વતારોહક બલજીત કૌરનું અવસાન થયું હતું. બલજીત કૌર જ્યારે શિખર પર ચઢીને પાછા નીચે ઉતરી રહ્યા હતા ત્યારે ગુમ થઈ ગયા હતા. બલજીત કૌર કેમ્પ-4માંથી ગુમ થયા હતા. પૂરક ઓક્સિજનનો ઉપયોગ કર્યા વિના તેણે શિખર સર કરી લીધું હતું. આઠ હજાર મીટરના ચાર શિખરોને એક મહિનાથી ઓછા સમયમાં સર કરનાર તે પ્રથમ ભારતીય પર્વતારોહક હતી.
કેમ્પના આયોજકોએ બલજીત કૌરના મૃતદેહને શોધવા માટે ત્રણ હેલિકોપ્ટર મોકલ્યા છે. હાલમાં બલજીત કૌરનો મૃતદેહ મળ્યો નથી. આ પહેલા સોમવારે રાજસ્થાનના રહેવાસી 36 વર્ષીય પર્વતારોહક અનુરાગ માલુનું પણ મૃત્યુ થયું હતું. આ કેમ્પમાં અત્યાર સુધીમાં ત્રણ આરોહકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં ભારતના અનુરાગ માલૂ અને બલજીત કૌર સાથે આયર્લેન્ડની નોએલ હેન્નાનો સમાવેશ થાય છે. નોએલ હેન્નાએ સમિટ પોઈન્ટથી પરત ફર્યા બાદ કેમ્પ-4 ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.
પર્વતારોહક બલજીત કૌરનું અન્નપૂર્ણા શિખર ઉતરતા મોત
