૧૮ વર્ષથી ઉપરના ૫,૨૧,૬૬૮ લોકોને જયારે ૪૫ વર્ષથી ઉપરના ૭,૨૪,૬૪૭ ને રસી અપાઈ.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર તેમજ રાજકોટ જિલ્લામાં ૧૧ તાલુકાઓના ૧૨ ઘટક હેલ્થ સેન્ટર ખાતે તા. ૧૫ મી જૂન સુધીમાં રાજકોટ જિલ્લા તેમજ શહેરના પ્રથમ અને બીજો ડોજ મળીને કુલ ૧૨,૪૬,૩૧૫ ડોઝ સાથે લોકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે.
તા. ૨૩ જૂન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૫ વર્ષથી ઉપરના ૨,૫૯,૭૧૮ લોકોને પ્રથમ તેમજ ૧,૦૫,૪૩૦ લોકોને બીજો ડોઝ મળી કુલ ૩,૬૫,૧૪૮ લોકોને તેમજ ૧૮ વર્ષથી ઉપરના ૩,૬૮,૧૨૯ ને પ્રથમ જયારે ૧૬,૯૨૦ લોકોને બીજો ડોઝ સહીત કુલ મળી ૩,૮૫,૦૪૯ લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે.
- Advertisement -
જયારે રાજકોટ જિલ્લામાં ૪૫ વર્ષથી ઉપરના ૨,૬૪,૫૩૧ લોકોને પ્રથમ તેમજ ૯,૪૯૬૮ લોકોને બીજો ડોઝ મળી કુલ ૩,૫૯,૪૯૯ લોકોને તેમજ ૧૮ વર્ષથી ઉપરના ૧,૩૬,૩૯૦ લોકોને પ્રથમ જયારે ૨૨૯ વ્યક્તિ ને બીજો ડોઝ સાથે કુલ મળી ૧,૩૬,૬૧૯ લોકોને અત્યાર સુધીમાં રસીકરણ કરવામાં આવ્યું હોવાનું વિભાગીય નિયામક ડો. રુપાલીબેન મહેતાએ જણાવ્યું છે.