જોખમી સ્ટંટના વાયરલ થયેલા વીડિયોમાં બાઇક નંબરને આધારે પોલીસની કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી રાજકોટ હાઈવે ઉપર સ્ત્રી મિત્ર સાથે બાઈકમાં જોખમી સ્ટંટ કરનાર યુવાનનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ એ ડિવિઝન પોલીસે એક્શનમાં આવીને બાઈક નંબરના આધારે આ યુવાનને દબોચી લીધો હતો.
મોરબી રાજકોટ હાઈવે ઉપર જોખમી સ્ટંટ કરનાર ઈસમને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો.
મોરબીના મીડીયામાં પ્રસિધ્ધ થયેલ સમાચારના આધારે એ ડિવિઝન પોલીસે મોરબી રાજકોટ હાઇવે ઉપર જોખમી રીતે તેમની સ્ત્રી મિત્ર સાથે એક યુવાન મોટરસાયકલ ચલાવતો હોવાનો વીડીયો વાયરલ થતા આ વીડીયોમાં જોવા મળેલ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબરના આધારે આ ઈસમની ઓળખ કરીને બળવંતભાઈ ગોવિંદભાઈ ચાવડા (રહે. નવયુગ સ્કુલ પાસે, નકલંગ સોસાયટી, ક્ધયા છાત્રાલય રો, મોરબી) નામના યુવાનને જીજે-36-એએચ-1428 નંબરના બાઇક સાથે ઝડપી પાડીને પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.
હાઈવે ઉપર યુવતી સાથે જોખમી સ્ટન્ટ કરનાર યુવાનને કાયદાના પાઠ ભણાવતી મોરબી પોલીસ
