કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર પેસેન્જર કારમાં છ એરબેગ ફરજિયાત કરવા અંગે ચર્ચા કરી છે. લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ જેનો નિર્ણય સરકાર જલ્દી કરશે.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર પેસેન્જર કારમાં છ એરબેગ ફરજિયાત કરવા અંગે ચર્ચા કરી છે. ગડકરીએ ગુરુવારે લોકસભામાં કહ્યું કે સરકારી ગાડીઓની પાછળ બેઠેલા યાત્રીઓની સુરક્ષા પ્રાથમિક છે. લોકસભામાં કેન્દ્રીય પરિવહન મંત્રીએ કહ્યું કે, “અત્યાર સુધી 2 એરબેગ (કારમાં) ફરજિયાત છે. પાછળના મુસાફરો માટે કોઈ એરબેગ નથી. અમારો વિભાગ પાછળના મુસાફરો માટે એરબેગ રાખવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે જેથી તેમનો જીવ બચાવી શકાય. એક પ્રસ્તાવ વિચારાધીન છે, અને સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેવાનો પ્રયાસ કરશે. ”
- Advertisement -
બેવડા ધોરણો નહી ચલાવી લેવાય
આ પહેલા કેન્દ્રીય મંત્રી ગડકરીએ કારમાં છ એરબેગ ફરજિયાત બનાવવાનો આગ્રહ કર્યો છે. તાજેતરમાં, તેણે બેવડા ધોરણો અપનાવવા બદલ ઓટોમેકર્સની ઝાટકણી પણ કાઢી હતી. ગડકરીએ કહ્યું હતું કે દરેક માણસના જીવનની એક કિંમત હોય છે. પરંતુ મોટાભાગની કાર કંપનીઓ વિદેશમાં સલામતીના ધોરણોનું ધ્યાન રાખે છે પરંતુ ભારતના લોકોના જીવન સાથે ખીલવાડ છે. “અમે ઈકોનોમિકલ કાર મોડેલમાં પણ છ એરબેગ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. પરંતુ હવે કેટલીક કંપનીઓ ભારતમાં એવી કાર બનાવી રહી છે જે આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ નથી. પરંતુ તેઓ વિદેશી બજારો માટે આંતરરાષ્ટ્રીય ધોરણો માટે સમાન મોડેલને અનુરૂપ બનાવી રહ્યા છે.
- Advertisement -
વાહનોમાં ફરજિયાત 6 એરબેગ
ગડકરીએ વધુમાં કહ્યું કે કેટલીક વાહન નિર્માતા કંપનીઓ કારમાં 6 એરબેગ ફરજિયાત કરવાના નિયમનો સતત વિરોધ કરી રહી છે, જેનો પ્રસ્તાવ માત્ર લોકોના જીવ બચાવવા માટે કરવામાં આવ્યો છે. છ એરબેગના પ્રસ્તાવની જાહેરાત કરતી વખતે, ગડકરીએ માર્ચમાં સંસદમાં એમ પણ કહ્યું હતું કે 2020 માં છ કાર્યાત્મક એરબેગની તૈનાતીથી 13,000 લોકોનો જીવ બચાવી શકાયો હોત. તેમણે કહ્યું કે જ્યારે ઓટોમોબાઇલ ઉદ્યોગ વિકસે છે અને વાહનોની સંખ્યા વધે છે, ત્યારે સલામતીનું ધ્યાન રાખવું એ પણ આપણી જવાબદારી છે. ભારતમાં દુનિયાભરનાં માંડ 1 ટકા વાહનો છે, પરંતુ દેશમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુનું પ્રમાણ દુનિયાની સરખામણીએ 10 ટકા વધારે છે.