ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ દિલ્હીખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીયગૃહમંત્રી અમીતભાઈ શાહની મૂલાકાત લીધી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતનેતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના સ્મરણોને યાદ કર્યા હતા. આ તકે સાંસદ રમેશભાઈ ધડૂક, સાંસદ મહેન્દ્રસિંહ સોલંકી, વલ્લભભાઈ કથીરીયા સંજયભાઈ બાલધા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
સુશાન સપ્તાહના કાર્યક્રમની પુર્વ તૈયારી માટે શિક્ષણમંત્રી વાઘાણી રાજકોટમાં
- Advertisement -
ગુજરાતમાં સુશાસન સપ્તાહની ઉજવણીનો તા.25થી પ્રારંભ થઈ રહ્યો છે અને તા.31 સુધી જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા.31ના રોજ રાજકોટ આવી રહ્યા છે તેના કાર્યક્રમોની પુર્વ તૈયારી રૂપે રાજયના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી રાજકોટમાં આવ્યા છે અને તેમાં કલેકટર કચેરી ખાતે આ કાર્યક્રમો સંદર્ભમાં બેઠકો યોજાશે. વાઘાણી રાજકોટ શહેર અને જીલ્લાના પ્રભારી મંત્રી છે અને તેમાં આજે બપોર બાદ રાણીંગાવાડી અને જીલ્લા અને શહેર ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ સંગઠન બેઠક યોજશે. જેમાં પ્રમુખ, મહામંત્રીઓ, સંગઠના હોદેદારો બોર્ડના પ્રભારીઓ તથા બોર્ડના હોદેદારો પણ સામેલ થશે.
આ પણ વાંચો :31મીએ મુખ્યમંત્રી રાજકોટમાં
https://khaskhabarrajkot.com/2021/12/23/31st-cm-in-rajkot/