પારદર્શક વહીવટોની ગુલબાંગો હાંકનાર વર્તમાન શાસક પક્ષના નેતાઓની પોલ તેમના અધિકારીઓ ખુલ્લી કરી રહયા છે. અને સરકારી વહીવટ કેવો ચાલે છે

આ વાતને સમર્થન માણાવદર ની એક ધટનાએ આપ્યું છે. આ અંગે માણાવદર પટેલ સમાજના મેનેજીંગ ટ્રસ્ટી દેવજીભાઇ ઝાટકિયા એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા જિલ્લા કલેકટર જૂનાગઢ ને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે સરકારે મંજૂર કરી છે તે 20 ઓગસ્ટે થતી રકમ સરકારમાં જમા કરાવી છે.

12 જૂને કલેક્ટરે આ જમીન પરની બિલ્ડીંગ “નેસમાન” સમાજને મળે તેવા હુકમો પણ થયો છે. અને રકમ ભર્યા પછી એક માસમાં સમાજને કબજો સોંપવા કલેક્ટરે સ્થાનિક સી.ટી. સર્વેને હુકમ પણ કર્યો છે. છતા આજ દિવસ સુધી કબજો ન સોંપતા દેવજીભાઇ ઝાટકિયા એ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી ” નસેમાન” બિલ્ડીંગનો કબજો પટેલ સમાજ ને તાકીદથી સોંપાય તેવી માગણી કરી છે.તંત્ર ના ઠાગાઠૈયા થી વ્યવસ્થા જળવાતી નથી તેવું દેવજીભાઇ ઝાટકિયા એ જણાવ્યું છે.

 

  • જીજ્ઞેશ પટેલ માણાવદર