માળીયા હાટીનાને વેરાવળ બાંદ્રા ટ્રેનનો સ્ટોપેજ મળતા સાંસદ રાજેશ ચુડાસમા, માંગરોળ ધારાસભ્ય ભગવાન કરગઠીયાની ઉપસ્થિતિમાં માળીયા રેલ્વે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને હોલ્ટનું ઉદ્ઘાટન ર્કયું હતું જેમાં વેરાવળથી બાંદ્રા સુધી દોડતી ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ડેઇલી એક્સપ્રેસ ટ્રેનનો માળીયા હાટીના રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 12.18/12,19 કલાકનો રહેશે. તેવી જ રીતે, બાંદ્રાથી વેરાવળ સુધી દોડતી ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવળ ડેઇલી એક્સપ્રેસ ટ્રેનનો માળીયા હાટીના રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 05.37/05.38 કલાકનો રહેશે.
માળીયા રેલવે સ્ટેશને વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ મળતા લીલી ઝંડી આપવામાં આવી
You Might Also Like
TAGGED:
bandra, EXPRESSTRAIN, GREENSIGNAL, MALIYA, railwaystation, stoppage, veraval
Follow US
Find US on Social Medias