ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં શારદીય નવરાત્રી ગઈકાલ થી શરુ થતા માતાજીની ભક્તિમય માહોલમાં નવરાત્રી પ્રારંભ શરુ થઇ છે જેમાં પ્રાચીન ગરબી સાથે અર્વાચીન ગરબા મહોત્સવનું આયોજન થયું છે ત્યારે માતાજીના આરાધના પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક માતાની આરતી ઉતારીને પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અલગ જ્ઞાતિ સમાજના આયોજકો દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢ પ્રથમ નોરતામાં ડે.ગીરીશભાઈ કોટેચાના નિવાસ્થાને લવ કુશગ્રુપની નવરાત્રીનું કોટેચા પરિવાર તથા લવકુશ ગ્રુપના વિજયભાઈ ખખર તથા તેમની ટીમ દ્વારા માં અંબાની આરાધના કરી નવરાત્રીની શરૂઆત કરી હતી ગીરીશભાઈ કોટેચાએ લવકુશ ગ્રુપને આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
જૂનાગઢમાં ભક્તિમય માહોલ સાથે નવરાત્રી મહોત્સવનો ઠેર ઠેર પ્રારંભ
