ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ માતાજીની ભક્તિ અને શક્તિ પૂજા સાથે ગઈકાલથી નવરાત્રી પ્રારંભ થતા ગિરનાર ટોચ પર બિરાજમાન જગત જનની માં અંબાના દરબાર માં ઘટ સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ થયો હતો.
ગિરનાર અંબાજી મહંત તનસુખગીરી બાપુની નિશ્રામાં માતાજી સનમુખ ઘટ સ્થાપન સાથે માતાજીનો શૃંગાર અને વેહલી સવારે મહા આરતી સાથે માં અંબાનું વિશેષ પૂજન અર્ચન સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે ગઈકાલ પ્રથમ નોરતા થી માઇ ભક્તોની ભીડ જોવા મળી હતી બોલ મારી અંબેના નાદ સાથે રોપવે અને સીડી દ્વારા માઇ ભક્તો ગીરનાર અંબાજી મંદિરે બોહળી સંખ્યામાં પોહચ્યાં હતા અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.