મોટા ભાગની શિક્ષકો તાલિમબધ્ધ હોતા નથી : હવે સરકારી શાળાઓ પણ ગુણવત્તાયુકત શિક્ષણ આપે છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
માતા-પિતાઓનું અંગ્રેજી માધ્યમની શાળાઓ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે જો કે વાસ્તવમાં આવી શાળાઓમાં મોટા ભાગના શિક્ષકો તાલીમ મેળવેલા હોતા નથી. એનસીઈઆરટીના ડાયરેક્ટર ડી પી સકલાનીએ આ અંગે દુ:ખ વ્યક્ત કરતા દાવો કર્યો હતો કે આ આત્મહત્યાથી ઓછું નથી કારણકે હવે સરકારી શાળાઓ પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે.
- Advertisement -
એક ઈન્ટરવ્યૂમાં નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (એનસીઈઆરટી)ના વડાએ જણાવ્યું છે કે, અંગ્રેજીમાં ગોખવાની પ્રથાને કારણે બાળકોના જ્ઞાનમાં ઘટાડો થયો છે અને તેઓ પોતાના મૂળ અને સંસ્કૃતિથી દૂર થતા જઈ રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે માતા પિતા અંગ્રેજી માધ્યમની શાળાઓને વધુ પસંદ કરી રહ્યાં છે. તેઓ પોતાના બાળકોને એવી શાળાઓમાં મોકલવાનું પસંદ કરી રહ્યાં છે જ્યાં ભલેને શિક્ષક ન હોય અને હોય તો પણ તાલીમ મેળવેલા ન હોય. આ બાબત આત્મહત્યાથી ઓછી નથી અને આ જ કારણ છે કે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં ભણાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ભણવાનું માતૃભાષા પર આધારિત કેમ હોવું જોઈએ? તો તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી આપણે આપણી માતા, આપણી જડોને નહીં સમજીએ ત્યાં સુધી આપણ અન્ય વસ્તુઓ કઈ રીતે સમજીશું. બહુભાષી દ્રષ્ટિકોણનો અર્થએ નથી કે કોઈ પણ ભાષામાં શિક્ષણ સમાપ્ત થઈ રહ્યું છે પણ અનેકભાષાઓ શીખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
- Advertisement -
એનસીઈઆરટી પ્રમુખે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન દ્વારા ઓડિશાની બે ભાષાઓમાં પુસ્તકો તૈયાર કરવાનો ઉલ્લેખ કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓને તેમના સ્થાનિક સ્વભાવ અને સંસ્કૃતિ પર આધારિત ચિત્રો, વાર્તાઓ ને ગીતોની મદદથી ભણાવી શકાય. જેનાથી તેમની બોલવાની સ્કિલ, શીખવાના પરિણામ, અને સંજ્ઞાનાત્મક વિકાસમાં સુધારો થઇ શકે.