લિઝ ટ્રુસ બ્રિટનનાં નવાં વડાપ્રધાન બન્યાં
ક્ધઝર્વેટિવ પાર્ટીનાં દક્ષિણપંથી ઉમેદવાર લિઝ ટ્રુસ અને ભારતીય મૂળના ઋષિ સુનક વચ્ચે સ્પર્ધા હતી, પાર્ટીના લગભગ 1.60 લાખ સભ્યોએ મતદાન કર્યું હતું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સુનકને બદલે લિઝ બ્રિટનનાં વડાપ્રધાન બન્યાં એ ભારત માટે પણ સારા સંકેત છે. તેઓ બ્રિટનમાં વિદેશમંત્રી રહી ચૂક્યા છે. અગાઉ બંને દેશના સંબંધને નવી ઊંચાઈએ પહોંચાડવામાં તેઓ મદદરૂપ સાબિત થયાં છે, એટલે ભારત-બ્રિટનના સંબંધ વધુ સારા થવાની આશા છે, હાલનાં વર્ષોમાં કોઈપણ બ્રિટિશ વડાપ્રધાને ભારત તરફ ધ્યાન નથી આપ્યું. બોરિસ જોનસને 7 જુલાઈએ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું.
રેસમાં ટ્રુસ કેવી રીતે આગળ વધ્યાં
-આ દોડમાં સૌથી છેલ્લે સામેલ થયા, પરંતુ રોજેરોજ તેજ, હોશિયાર સાબિત થતાં ગયાં.
-લિઝ અનેક રાજીનામાં પછી પણ બોરિસ જોનસન સાથે રહ્યા.
– ટ્રુસે વચન આપ્યું છે કે તેઓ આવકવેરામાં 1.25% સુધી કાપ મૂકશે. કોર્પોરેશન ટેક્સમાં વધારાને પાછો ખેંચશે.
– રશિયા-યુક્રેન યુદ્ધને લઈને તેમનું વલણ સ્પષ્ટ રહ્યું. વ્લાદિમીર પુતિનને યુદ્ધ માટે જવાબદાર ઠેરવતા રહ્યાં.
બ્રિટન મહિલા નેતૃત્વ ધરાવતો વિશ્ર્વનો 19મો દેશ, ટ્રુસ વિદેશમંત્રી રહી ચૂક્યાં છે
બ્રિટનને શિક્ષક દિવસે સોમવારે જ નવા વડાપ્રધાન મળી ગયા છે. 46 વર્ષીય લિઝ ટ્રસ વડાપ્રધાન બન્યાં છે. તેમની સામે ભારતીય મૂળના 42 વર્ષીય હરીફ ઋષિ સુનક આ દોડમાં પાછળ રહી ગયા. શિક્ષક પિતા અને નર્સનાં માતાનાં પુત્રી લિઝ રાજકારણમાં આવતાં પહેલાં એકાઉન્ટન્ટ હતાં. માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી તેઓ બ્રિટનનાં ત્રીજાં મહિલા વડાપ્રધાન બન્યાં છે. હાલ દુનિયાના 18 દેશમાં મહિલાઓનું નેતૃત્વ છે, જેમાં 15 દેશમાં વડાપ્રધાન અને ત્રણમાં રાષ્ટ્રપતિ છે.
- Advertisement -
મંગળવારે એટલે કે 6 સપ્ટેમ્બરે શું થશે?
હ6 સપ્ટેમ્બરે, બોરિસ જોનસન પીએમ હાઉસ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાંથી વડાપ્રધાન તરીકે તેમનું છેલ્લું ભાષણ આપશે. ત્યાર બાદ તેઓ મહારાણીને રાજીનામું સોંપવા સ્કોટલેન્ડના એબરડીનશાયર જવા રવાના થશે. અત્યારે, રાણી એલિઝાબેથ અહીં જ છે. હ માત્ર 6 સપ્ટેમ્બરે એલિઝાબેથ ઔપચારિક રીતે નવા વડાપ્રધાનની નિમણૂક કરશે, એટલે કે નવા પીએમ શપથ લેશે. શપથગ્રહણ સમારોહ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલ ખાતે યોજાશે. હ સત્તાવાર નિમણૂક થતાં જ નવા વડાપ્રધાન લંડન પરત ફરશે. અહીં 10 ડાઉનિંગ સ્ટ્રીટ પરથી નવા વડાપ્રધાનનું પ્રથમ ભાષણ થશે. હ લંડનના સમય અનુસાર, લગભગ 4 વાગે ભાષણ આપ્યા બાદ વડાપ્રધાન તેમની નવી કેબિનેટની નિમણૂક કરશે.હ નવી કેબિનેટની પ્રથમ બેઠક બુધવારે (7 સપ્ટેમ્બર) યોજાશે. આ પછી વડાપ્રધાન પહેલીવાર હાઉસ (હાઉસ ઓફ કોમન્સ) પહોંચશે.