રાજકોટને કર્મભૂમિ બનાવનાર ની સંઘર્ષયાત્રા 7 સ્કૂલ સુધી પહોંચી
પાંભર સાયન્સ એકેડમીથી લઈ લોર્ડ્સ સ્કૂલ સુધીની બે ભાઈઓની સંઘર્ષ યાત્રા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
રાજકોટમાં બે એવા યુવાનો કે જેમણે શિક્ષણ ક્ષેત્રે કંઈક કરી છૂટવાનું સ્વપ્ન જોયું. સાઈકલ લઈને રાજકોટની બજારમાં નીકળતાં આ બંને યુવાનો આજે 7 સ્કૂલ ધરાવે છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે તેમના વ્યક્તિત્વનું પણ ઘડતર કરતાં રમેશભાઈ પાંભર અને અશોકભાઈ પાંભર 7 સ્કૂલ તો ધરાવે જ છે, ઉપરાંત 2025માં રેલનગર વિસ્તારમાં 3 એકર વિશાળ જગ્યામાં કર્ણાવતી ઈન્ટરનેશનલ સીબીએસસી સ્કૂલ બનાવવા જઈ રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ સાથેનું અત્યાધુનિક બિલ્ડિંગ મળશે.
આજે વાત કરવી છે એવા શિક્ષકોની કે જેમણે પોતાના અભ્યાસ સાથે ટ્યુશન ક્લાસ શરૂ કર્યા. શરૂઆતના દિવસોમાં સંઘર્ષ કર્યો. સાઈકલ લઈને અભ્યાસ માટે તેમજ બાળકોને અભ્યાસ કરાવવા માટે ટ્યુશને જતાં. જો કે મજબૂત મનોબળ ધરાવતાં આ બંને શિક્ષકોએ આજે શિક્ષણનું વટવૃક્ષનું નિર્માણ કર્યું છે અને 7 શાળા ધરાવે છે. રાજકોટમાં જુદા-જુદા વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતા અશોકભાઈ પાંભરે એમએસસી બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ મૂળ ખોડલધામ કાગવડના વતની છે. જ્યારે રમેશભાઈ પાંભરે એમ.એસ.સી., એમ.ફીલ., બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. જીપીએસસી પાસ પણ કરી છે. તેઓ જૂનાગઢના ઢોળવા ગામના ખેડૂતપુત્ર છે. બંનેએ શહેરની ખ્યાતનામ ઈન્સ્ટિટયૂટમાં શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને શિક્ષણ પીરસ્યું છે. બાદમાં પોતાની શાળા શરૂ કરી છે. ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવેલા રમેશભાઈ પાંભરે જણાવ્યું હતું કે હું વર્ષ 2003માં અભ્યાસ માટે રાજકોટ આવ્યો ત્યારથી જ પોતાની શાળા હોવી જોઈએ તેવો વિચાર મનમાં હતો. અભ્યાસની સાથે સાથે જ રાજકોટની જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાઈને મેથેમેટ્કિસ વિષયમાં લેકચરર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. પોતાની શૈક્ષણિક યાત્રા વિષે ‘ખાસ-ખબર’ને અશોકભાઈ પાંભરે જણાવ્યું હતું કે વર્ષ 1999માં અભ્યાસ અર્થે હું રાજકોટ આવ્યો હતો. અભ્યાસની સાથે જ વર્ષ 2001માં પેપર ચેકિંગથી કારકિર્દીની શરૂઆત કરી. જ્યારે વર્ષ 2011માં અશોકભાઈ મળ્યા અને સાથે મળીને શૈક્ષણિક સંસ્થા શરૂ કરવાનું નક્કી કર્યું.
- Advertisement -
પ્રથમ પાંભર સાયન્સ એકેડમિની શરૂઆત કરી. જેની સફળતા બાદ બંને ભાઈઓએ પાછું વાળીને જોયું નથી. પાંભર સાયન્સ એકેડમી બાદ વર્ષ 2014માં પ્રણામી પાર્ક, મવડી વિસ્તારમાં એસ.કે.પી. સ્કૂલની શરૂઆત કરી. જેમાં હાલ 3000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બાદમાં વર્ષ 2020માં કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલની રેલનગર વિસ્તારમાં શરૂઆત કરી. તો વળી વર્ષ 2022માં યુનિવર્સિટી રોડ પર ફોટન ઈન્સ્ટિટયૂટ ફોર નિટની પણ શરૂઆત કરી. શૈક્ષણિક ક્ષેત્રે નામના વધતી ગઈ અને પાંભર બ્રધર્સ ધો. 11-12માં સાયન્સના માસ્ટર શિક્ષક તરીકે ઉભરી આવ્યા. વર્ષ 2024માં લોર્ડસ સ્કૂલ પણ શરૂ કરી. મહત્ત્વનું છે કે એસકેપી સ્કૂલમાં નર્સરીથી લઈને ધો. 12 સાયન્સ-કોમર્સ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે અને કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં પ્લેહાઉસથી લઈને ધો. 12 સાયન્સ, આર્ટસ અને કોમર્સ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે બંને શાળામાં હોસ્ટેલની સુવિધા પણ છે. એક સમયે પાંભર ભાઈઓ શિક્ષક હતા જ્યારે આજે તેમની શાળાઓમાં કુલ 450 શિક્ષકનો સ્ટાફ છે અને 6000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
મવડી-પાળ રોડ ઉપર નેક્સસ ઈન્ટરનેશનલ સ્કૂલનું ભવ્ય બિલ્ડીંગ તૈયાર થઈ રહ્યું છે, ત્યાં 2025 જૂનથી શિક્ષણ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
રમેશ પાંભર અને અશોક પાંભર ખરા અર્થમાં કેળવણીકાર
રમેશ સર અને અશોક સર એ માત્ર રાજકોટની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંકુલના સંચાલક જ નહીં પરંતુ સૌપ્રથમ એ ઉમદા શિક્ષક અને કેળવણીકાર છે. આજે સૌરાષ્ટ્રમાં શૈક્ષણિકજગતમાં તેમનું નામ સન્માનપૂર્વક સૌપ્રથમ લેવામાં આવે છે. શહેરભરમાં આજે સનાતન સંસ્કૃતિ સાથે ટેકનોલોજીને સાથે લઈ આગળ વધી રહેલી સંસ્થાઓ એટલે રમેશ સર અને અશોક સરની મવડીમાં આવેલી એસ. કે. પી. સ્કૂલ અને રેલનગરમાં આવેલી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ. વિદ્યાર્થીઓ ફક્ત ભણીગણીને નોકરી માટે તૈયાર રહે કે પૈસા કમાતા થાય એવું જ નહીં, પણ એક સારા સમાજની એક જવાબદાર પ્રણાલીની સાંકળ બને, જેથી કરીને એક શિક્ષીત અને સભ્ય સમાજની તાલબધ્ધ રચના થાય એ જ રમેશ સર અને અશોક સરનો ધ્યેય રહ્યો છે.
આજના વાલીઓ માટે એક આદર્શ કહી શકાય એવું વ્યક્તિત્વ એટલે રમેશ પાંભર અને અશોક પાંભર. જે પ્રોફેશનલ છતાં પ્રામાણિક શિક્ષક અનેકર્તવ્યનિષ્ઠ કેળવણીકાર છે. રાજકોટમાં આવેલી એસ. કે. પી. સ્કૂલ તેમજ કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો આવનારી પેઢીના બાળકો માટે મનોમંથન કર્યા કરે છે. અભ્યાસ તો ખરો જ પણ, આજના સમયને લક્ષમાં રાખીને બાળકો માટે સહશૈક્ષણિક પ્રવૃત્તિમાં પણ મોખરે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનું સતત માર્ગદર્શન આપવા તેમની શાળામાં ચાઈલ્ડ સાયકોલોજિસ્ટ અને વિવિધ વિષયોના નિષ્ણાંતોને આમંત્રિત કરી, સેમીનાર યોજીને આદાનપ્રદાન કરતાં હોય છે.
અભ્યાસની સાથે સામાજીક જ્ઞાન પણ જરૂરી છે, પોતાની શાળા સંચાલક તરીકેની નૈતિક જવાબદારી સમજીને આજની પેઢીને પાછલી અને આવનારી પેઢી સાથે કેવી રીતે સુસંગતતતા કેળવી શકાય એવા અવારનવાર પ્રયોગો કરતાં રહે છે. જાણીને નવાઈ લાગશે કે રમેશ સર અને અશોક સરની સ્કૂલમાં વિદ્યાર્થીઓના જન્મદિવસ નિમિત્તે ચોકલેટ નહીં પરંતુ પ્રસાદ વહેંચવામાં આવે છે અને અહીં વિદ્યાર્થીઓ પાસે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પણ કરાવવામાં આવે છે. જીવનમાં જો એક રોલમોડલ સ્કૂલની મુલાકાત લેવી હોય તો એસ. કે. પી. સ્કૂલ અને કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લેવી અને જો કોઈ ખરા અર્થમાં કેળવણીકારને મળવું હોય તો રમેશ પાંભર અને અશોક પાંભરની આજે જ મુલાકાત લો.