સુદામાજીના ચરણ સ્પર્શ કરવા ભારે ભીડ, અખાત્રીજે કૃષ્ણ ભગવાને સુદામાજીના ચરણ સ્પર્શ કર્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
- Advertisement -
પોરબંદરમાં ભગવાન શ્રીકૃષ્ણના મિત્ર સુદામાજીનું મંદિર આવેલું છે. ગઈકાલે અખાત્રીજના દિવસે સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો ખાસ મહિમા છે. ત્યારે વહેલી સવારથી સુદામાજીના મંદિરે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. વર્ષમા એકમાત્ર અખાત્રીજના દિવસે સુદામાજીના ચરણસ્પર્શ કરવા દેવામાં આવે છે.પોરબંદરમાં ગઈકાલે અખાત્રીજના દિવસે સુદામાજીના ચરર્ણસ્પર્શ કરવાનો મહિમા છે. કારણ કે અખાત્રીજના દિવસે સુદામાજી ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે દ્વારકા ગયા હતા. આથી આ દિવસે સુદામાજીના ચરણ સ્પર્શ કરવાથી દુ:ખ અને દારીદ્રતા દૂર થતા હોવાની એક માન્યતા રહેલી છે. અખાત્રીજના દિવસે સવારના 5:00 કલાકે મંદિરને નૂતન ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મહાઆરતી કરવામા આવી હતી.
સવારના 6: 00 કલાકે સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો પ્રારંભ થયો હતો. આજ સવારથી સુદામાજીના મંદિરે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. રાત્રિના 8:30 કલાક સુધી સુદામાજીના ચરણસ્પર્શ કરી શકાશે. અખાત્રીજના દિવસે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શ્રધ્ધાળુઓને પ્રસાદમાં તાંદુલ એટલે કે પૌવા આપવામાં આવ્યા હતા.