ભાજપના ઉમેદવાર રાણા ના સમર્થનમાં જીનમાં જાહેર સભા યોજાઇ હતી

હિન્દી અને ગુજરાતી ભાષામા સભા સંબોધી વડાપ્રધાન ના કાર્યોને ઘર સુધી પહોંચાડવા આહવાન કરાયું

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને સભાઓ યોજાઈ રહી છે, આ જાહેર સભાઓમાં ભાજપ પક્ષ દ્વારા સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારવામાં આવ્યા છે, ત્યારે લીંબડી જિન ખાતે યોજાયેલ ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જાહેર સભા સંબોધી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસન કાળમાં મહિલાઓ માટે વિકાસના કામોની યાદ અપાવી હતી, સ્મૃતિ ઈરાનીએ હિન્દી અને ગુજરાતી ભાષામાં સભાને સંબોધન કરી કિરીટસિંહ રાણાના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. આ સભામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, ઝાલાવાડ નાળ પારખીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સભાને સંબોધી હતી. યોજાયેલી સભામાં લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી ઇન્ચાર્જ આર.સી.ફળદુ, નીતિનભાઈ ભારદ્વાજ, સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, અંજલીબેન રૂપાણી, વર્ષાબેન દોશી, જગદીશભાઈ મકવાણા તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા