હમણાં ઓટીટી પ્લેટફોર્મ (ઝી ફાઈવ) સ્ટ્રીમ થઈ છે અને ફિલ્મના ગ્લેમર કે ઘેલછાની જેમ ક્રિકેટ જગતમાં જોવા મળતી મનહૂસી અને અડગ આત્મવિશ્વાસની વાત કરતી કૌન પ્રવિણ તાંબે ? મસ્ટ વોચ મૂવી છે
આપણને પહેલો વર્લ્ડ કપ જીતાડનારાં કપિલ દેવનો કોન્ફિડન્સ અને પફોર્મન્સન હમણાં 83 નામની ફિલ્મથી ફરી પાછો સજીવ થયો પણ કેટલાંને યાદ છે કે વિશ્વમાં ભારતીય ક્રિકેટનો ડંકો વગાડી દેનારા કપિલ દેવએ ફર્સ્ટ કલાસ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી ત્યારે તેમની ઉંમર કેટલી હતી ? 83 ફિલ્મના આંકડા ઉલટાવી દો એટલી. 38 વરસ. મૂળ વાત પર આવતાં પહેલાં હજુ એ યાદ અપાવવું છે કે સચિન તેંડુલકર માત્ર પંદર વરસની ઉંમરે ભારતીય ક્રિકેટ ટીમમાં આવી ગયો હતો તો મહેન્સિંહ ધોની, રાહુલ વિડ અઢાર વરસની ઉંમરે ભારત માટે ક્રિકેટ રમવા માંડયા હતા કારણકે મોટાભાગે ક્રિકેટરોના રિટાયરમેન્ટની ઉંમર 38 વરસની જ રહી છે પણ જન્મથી આખી યુવાની ક્રિકેટ પાછળ વેડફી દેનારાને ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં રમવાનો ચાન્સ કદી મળ્યો જ નહીં અને છેક 41 વરસે તેની ફર્સ્ટ કલાસ નહીં, પણ લોકપ્રિય ક્રિકેટ આઈપીએલ (ઈન્ડિયન પ્રિમિયર લીગ)માં પસંદગી થઈ એ અપવાદરૂપ ક્રિકેટર એટલે મરાઠી મુલગો પ્રવિણ તાંબે.
સિનેમાની જેમ ભારતીય ક્રિકેટમાં પણ નસીબ, પબ્લિક રિલેશન, કોન્ટેકટ પણ શ્રેષ્ઠતા કરતાં વધુ અગત્યના ગણાય છે. જૂઓને, આપણી ટીમમાં બે સગા ભાઈઓ રમ્યાં હોય, એ ઈતિહાસ પણ હાલનો જ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં હંમેશા મહારાષ્ટ્રનું પ્રભુત્વ રહ્યું છે અને સુનિલ ગાવસ્કર, સચિન તેડુંલકર જેવા દિગ્ગજ પણ આ રાજય આપી ચૂક્યું છે છતાં મરાઠી, મુંબઈનિવાસી પ્રવિણ તાંબેનો ફર્સ્ટ કલાસ કે પ્રોફેશનલ ક્રિકેટમાં ગજ વાગ્યો જ નહીં. 41-41 વરસ સુધી પરિવાર, દોસ્તો, નોકરી વગેરેની બદલે માત્ર ક્રિકેટને જ કૂટયાં કરનારા આવા (કમનસીબ) ક્રિકેટર પ્રવિણ તામ્બેની જ વાત કરતી ફિલ્મ કૌન પ્રવિણ તાંબે ? હમણાં ઓટીટી પ્લેટફોર્મ (ઝી ફાઈવ) સ્ટ્રીમ થઈ છે અને ફિલ્મના ગ્લેમર કે ઘેલછાની જેમ ક્રિકેટ જગતમાં જોવા મળતી મનહૂસી અને અડગ આત્મવિશ્વાસની વાત કરતી કૌન પ્રવિણ તાંબે ? મસ્ટ વોચ મૂવી છે. એકદમ સામાન્ય મરાઠી પરિવારમાં બીજા નંબરના પુત્ર તરીકે જન્મેલાં પ્રવિણ તાંબે લોકલ અને કલબ ક્રિકેટમાં સતત ઉમદા બોલરનો દેખાવ કરતા રહ્યાં. દર વખતે તેને લાગતું કે આ વખતે તો તે રણજી ટ્રોફી માટેની ટીમમાં સિલેકટ થઈ જશે પણ… પરણીને બે બાળકોના પિતા બની જવા છતાં તેનું ક્યારેય રણજી માં સિલેકશન થયું નહીં, પછી તો વધતી ઉંમર પણ નડવા માંડી.
- Advertisement -
નજીકના તમામ લોકો જાણે કે ત્રીસ કે પાંત્રીસ વરસે તેના સિલેકશનના ચાન્સ ઓછા છે પરંતુ…કન્સ્ટ્રકશનની સાઈટથી લઈને બારમાં વેઈટર તરીકે પણ કામ કરનારા પ્રવિણ તાંબે કેરિયરની શરૂઆત કંપનીના સ્પોર્ટસ કોટાના કર્મચારી તરીકેની નોકરીથી કરેલી પરંતુ એ નોકરી છૂટી ગયા પછી પ્રવિણ તામ્બે પર ખૂબ વિત્યું અને ર013માં તેને આઈપીએલની રાજસ્થાન રોયલમાં સિલેકટ ર્ક્યાનો રાહુલ વિડનો ફોન આવ્યો ત્યાં સુધીની વાતો કૌન પ્રવિણ તાંબે ફિલ્મમાં છે. એ પછી ગુગલદેવ દર્શાવે છે એ મુજબ આઈપીએલ 33 ઈનિગ્સમાં તેણે અઠ્ઠાવીસ વિકેટ લીધી હતી. ર014 ની આઈપીએલમાં તેણે કલક્તા નાઈટ રાઈડર્સ સામે હેટ્રીક (વિકેટની) કરી હતી. આજે પચાસ વરસની ઉંમરે પહોંચેલા પ્રવિણ તાંબેને ર0રરની આઈપીએલમાંથી ક્રિકેટ બોર્ડે કાઢી નાખ્યો હતો કારણકે તેણે ટી-ટેનની ટુર્નામેન્ટમાં બોર્ડની મંજૂરી કે જાણ વગર જ ભાગ લીધો હતો. નાગરિક જેવી મરાઠી ફિલ્મ અને હુતાત્મા જેવી વેબસિરિઝના ડિરેકટર જયપ્રદ દેસાઈની કૌન પ્રવિણ તાંબે પ્રથમ હિન્દી ફિલ્મ છે અને તેના નસીબ પ્રવિણ તાંબે જેવા નહીં હોય તો તેમની ફિલ્મ ઓટીટી પર ખુબ જોવાશે અને પ્રશંસા પામશે, એ નક્કી છે કારણકે તેને શ્રેયસ તળપદે (પ્રવિણ તામ્બે) અને આશિષ વિદ્યાર્થી, આરિફ ઝકરીયા, પરમબ્રાતા ચટૃોપાધ્યાય, અંજલિ પાટિલ (તાંબેની પત્ની) જેવા ઉમદા અદાકારો મળ્યાં છે. ફેમિલી સાથે જોઈ શકાય તેવી કોન પ્રવિણ તાંબે ફિલ્મ ખરેખર તો પ્રવિણ તાંબે જેવા સક્ષમ ક્રિકેટરની બદકિસ્મતીની વાત કહેવા માટે બની છે પરંતુ જોયા પછી એ આશ્વાસન પણ મળે જ છે કે, ઉપર દેર ભલે હો, અંધેર નહીં.
દસવી કો પાસીંગ માર્ક તો બનતા હૈ
મોલ બનાએંગે તો પૈસા બનેગા, સ્કૂલ બનેગા તો બેરોજગાર હી મીલેગા આવા વેધક સંવાદો પણ ધરાવતી અભિષેક બચ્ચનની દસવી ફિલ્મ ઘણાને નબળી લાગી છે પરંતુ પરિવાર સાથે જોઈ શકાય એવી આ ફિલ્મને તેના ક્રિએટીવ રાઈટિંગ માટે સુરેશ નાયર અને રિતેશ શાહ (ઉપરાંત કન્સલ્ટન્ટ ડૉ. કુમાર વિશ્વાસ) ને સોમાંથી સો માર્ક આપવા પડે કારણકે કરપ્ટ રાજકારણીને દશમા ધોરણની પરીક્ષા આપતા પૂર્વેની તૈયારી કરતો દેખાડવામાં એકદમ ક્રિએટીવ થવું જરૂરી હતું. રાઈટર્સ અને અભિષેક બચ્ચન તેમાં ફુલ્લી પાસ થયા છે. જુનિયર બચ્ચન અહીં ગંગારામ ચૌધરી નામના ચીફ મિનિસ્ટર બન્યાં છે પણ તેની બોલી હરિયાણવી છે. હમણાં જ એક ઈન્ટરવ્યુમાં તેણે કહેલું કે, આ હરિયાણવી લ્હેજો લાવવા માટે મારે ખાસ્સી મહેનત અને મથામણ કરવી પડી હતી. દસવી માં તેનો પોઝિટિવ પ્રભાવ દેખાય જ છે. અભિષેક બચ્ચનની અભિનય ક્ષમતા (યાદ કરો, ગુરૂ અને રાવણ ફિલ્મ) બઢિયા જ છે અને આપણે જુવાન અમિતાભ બચ્ચનને જોતાં હોય તેવું જ લાગે છે છતાં જુનિયર બચ્ચને તેની નફિકરી બોડી લેંગ્વેજ ગંગારામ ચૌધરી બનાવે છે. નિમ્રત કૌર, યામી ગૌતમ, (વામન-ઠીંગણા) અરુણ કુશવાહ જેવા અદાકારોમાં તમને નિમ્રત કૌર વધારે યાદ રહેશે પણ દશવી નબળા રિવ્યુ વાંચીને રિજેકટ કરવા જેવી ફિલ્મ નથી. તુષાર જલોટાએ પોતાની પ્રથમ ફિલ્મથી સાબિત ર્ક્યું છે કે, તેનામાં દમખમ છે.