ખાસ-ખબર સંવાદદાતા
‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’ અન્વયે મોરબીના ખોખરા હનુમાનજી ખાતે આવેલી સદગુરૂ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ઋષિકુમારોને આપતિ વ્યવસ્થાપન વિશે માહિતગાર કરીને ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષે ઓક્ટોબરમાં ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ડે’ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી અન્વયે વિશ્વભરમાં લોકોને આપત્તિઓ અને જોખમો વિશે જાગૃત કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’ ની થીમ ‘સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે અસમાનતા સામે લડવું’ રાખવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબીના ખોખરા હનુમાન ખાતે આવેલી સંસ્કૃત પાઠશાળાના 65 ઋષિકુમારોને આપત્તિ નિવારણ અંગેનું માર્ગદર્શન, અગ્નિશામક યંત્રનો ઉપયોગ અને 108 ઈમરજન્સી સેવાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી ડીઝાસ્ટર વિભાગના ક્ધસલ્ટન્ટ ડો. ધાર્મિક પુરોહિત, મોરબી ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, 108 ઇમરજન્સી સર્વિસના કર્મચારી, સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ દિપક મહેતા અને શિક્ષકોએ હાજર રહી ઋષિકુમારોને માહિતી પુરી પાડી હતી.
ખોખરા હનુમાન મંદિરે સંસ્કૃત મહાવિદ્યાલયમાં ‘વિશ્ર્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ડે’ ઉજવાયો
