વજુભાઈ વાળાને હસ્તે દિપપ્રાગટ્ય, બહેનોને રાસે રમતી નિહાળવા માટે શહેરીજનો ઉમટી પડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સરગમ કલબ અને સરગમ લેડીઝ કલબ દ્વારા આયોજિત ગોપી રાસોત્સવનો પ્રારંભ સાથે પહેલા નોરતેથી જ આયોજનમાં જમાવટ થઇ હતી. ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં સંપૂર્ણ પારિવારિક બેઠક વ્યવસ્થા સાથે યોજાયેલા આ ગોપી રાસોત્સવમાં વજુભાઈ વાળા, રામભાઈ મોકરિયા, ગોવિંદભાઈ પટેલ, રાકેશભાઈ દેસાઈ, સુધાબેન ભાયા, ડો. ચંદાબેન શાહ, જસુમતીબેન વસાણી, અનેક મહાનુભાવની હાજરી માં વિજેતા બહેનોને મહાનુભાવોના હસ્તે ઇનામ આપવામાં આવેલ આવ્યા હતા.
ડી.એચ. કોલેજના મેદાનમાં જડબેસલાક સિક્યુરીટી પણ ગોઠવવામાં આવી છે. પહેલા દિવસથી જ મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રાએ ધૂમ મચાવી દીધી છે. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા અને અશ્વિની મહેતા ઉપરાંત સોનલ વાળા અને નિલેષ પંડ્યાએ માતાજીના ગરબા રજૂ કર્યા હતા.
બીજા નોરતાના ગોપિરાસમાં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. વિજયભાઈ રૂપાણી, ડો.વલ્લભભાઈ કથીરિયા, નરેન્દ્રસિંહ જાડેજા, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરિયા, એમ. જે.સોલંકી, રઘુનંદનભાઈ સેજપાલ, ગોપાલભાઈ માંકડિયા, જીતુભાઈ બેનાણી, રમેશભાઈ જીવાણી, ચંદ્રકાંતભાઈ કોટેચા, સરવાનંદભાઈ સોનવાણી, રવિભાઈ ચંદારાણા, ઘનશ્યામભાઈ હેરભા, ગોપાલભાઈ સાપરિયા, રામભાઈ બરછા, ડો.સિદ્ધાર્થભાઈ પટેલ, ધીરુભાઈ રોકડ, ડો. એમ.વી. વેકરીયા,જયસુખભાઈ ઘોડાસરા, અશ્વીનભાઈ આદ્રોજા, ભાવેશભાઈ લીંબાસિયા, રામજીભાઈ વેકરીયા, હિતેશભાઈ દોશી, ઇશાંતભાઈ કડવાણી, દિલીપભાઈ સોમૈયા, ઘનશ્યામભાઈ પરસાણા, હસુભાઈ ગોહેલ, અશ્વીનભાઈ ગોહેલ, મહેશ્ર્વરી પૂજારી, હિરેનભાઈ કોટક, હર્ષદભાઈ પટેલ, ડો.અમીતભાઈ હપાણી, વિજયભાઈ કારિયા, જીમ્મીભાઈ અડવાણી, અપૂર્વભાઈ મણિયાર, કિરણભાઈ બાટવીયા, રામજીભાઈ શિયાણી, મનીષભાઈ પાટડિયા, અરવિંદભાઈ શાહ, દિગ્વિજયસિંહ રાણા, ઈશ્વરભાઈ પટેલ, મુકેશભાઈ રાદડીયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. નિર્ણાયક તરીકે નીલુબેન મહેતા, માયાબેન પટેલ, સોનલબેન બગડાઈ, મીનલબેન સોનપાલ સેવા આપી રહ્યા છે. તેમજ દરરોજ 25 બહેનોને ઇનામ આપવામાં આવે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, ભાવનાબેન મહેતા, ચેતનાબેન સવાજાણી તેમજ બન્ને કલબના કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.