By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- ‘વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં’
    2 hours ago
    મિડલ ઈસ્ટમાં અમેરિકાની પકડ ઢીલી પડી! ઈરાન સાથે 40 દિવસના યુદ્ધના કારણે વર્ષોની મહેનત પર પાણી
    3 hours ago
    ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા
    3 hours ago
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    1 day ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    44 minutes ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    1 hour ago
    જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી
    1 hour ago
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    1 day ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    3 hours ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    1 day ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    2 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    2 days ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 hour ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 day ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?
Hemadri Acharya Dave

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

Khaskhabar Editor
Last updated: 2026/02/28 at 4:27 PM
Khaskhabar Editor 1 month ago
Share
10 Min Read
SHARE

ન્યાય, પ્રતિશોધ અને રાજકીય કાવાદાવાની શતરંજ!

ભારતીય રાજકારણના ઇતિહાસમાં 27 ફેબ્રુઆરી, 2026ની તારીખ એક નિર્ણાયક વળાંક તરીકે નોંધવામાં આવશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને દારૂ નીતિ (ઊડ્ઢભશતય ઙજ્ઞહશભુ) કેસમાં ‘ક્લીન ચીટ’ મળવી એ માત્ર કોર્ટનો ચુકાદો નથી, પરંતુ સત્તાના એ ગંદા ખેલનો ખુલાસો છે જ્યાં ‘તપાસ’ અને ‘તથ્ય’ વચ્ચેનું અંતર દિવસેને દિવસે વધતું જાય છે. આમ આદમી પાર્ટી (અઅઙ) માટે આ ભલે ‘ક્લીન ચીટ’ હોય, પણ જનતાની અદાલતમાં હજુ ઘણા સવાલો અનુત્તર છે.
કેસ જાણે એવો હતો કે દિલ્હી સરકારની 2021-22ની દારૂ નીતિ સંબંધિત મામલે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો અને એ સંદર્ભે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ નરેશ કુમારના અહેવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર ની ભલામણથી ઈઇઈંની તપાસ શરૂ થઈ. 26 ફેબ્રુઆરી 2023ના રોજ ની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ 21 માર્ચ 2024એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લાંબી પૂછપરછ પછી ને કસ્ટડીમાં લીધા, એટલે તેઓ જેલમાં હતા. ત્યાર પછી 26 જૂને ઈઇઈંએ આ જ આબકારી નીતિના કેસમાં પૂછપરછ માટે કોર્ટની મંજૂરી લઈને તેમને જેલમાંથી પોતાની કસ્ટડીમાં લીધા.
આ મામલે ચુકાદો આપતા સ્પેશિયલ જજ્જે કડક શબ્દોમાં નોંધ્યું કે તપાસ એજન્સીઓ દ્વારા રજૂ કરાયેલા પુરાવા એટલા નબળા હતા કે તેના આધાર પર ટ્રાયલ શરૂ કરવાનું પણ યોગ્ય ગણાય નહીં.જજના મત મુજબ કેસ એવો હતો જેમાં શંકા તો ઊભી કરવામાં આવી, પરંતુ તેને સાબિત કરે તેવો એકપણ સક્ષમ પુરાવો રજૂ થઈ શક્યો નથી. માત્ર આરોપો ગોઠવી દેવામાં આવ્યા હોય એટલું પૂરતું નથી – આરોપોને ટેકો આપે તેવા વિશ્વસનીય અને કાયદેસર પુરાવા હોવા જરૂરી છે, જે અહીં જોવા મળ્યા નથી. ઈઇઈંના આ કેસમાં કોઈ મોટું ષડયંત્ર કે ગુનાહિત ઇરાદો દેખાતો નથી અને તપાસ એજન્સીઓ પુરાવા એકત્ર કરવામાં નિષ્ફળ રહી છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી વિવાદાસ્પદ પાસું આ નેતાઓએ જેલમાં વિતાવેલો લાંબો સમય રહ્યો છે. મનીષ સિસોદિયાએ લગભગ 17 મહિના (530 દિવસ) અને અરવિંદ કેજરીવાલે આશરે 5 મહિના જેલના સળિયા પાછળ વિતાવ્યા. ઙખકઅ (મની લોન્ડરિંગ વિરોધી કાયદો) ની કઠોર કલમોને કારણે આ નેતાઓને કોઈ નક્કર સજા વિના આટલો લાંબો સમય જેલમાં રહેવું પડ્યું. આ સ્થિતિને ‘પ્રક્રિયા જ સજા છે’ (ઙજ્ઞિભયતત શત વિંય ાીક્ષશતવળયક્ષિ)ં તરીકે જોવામાં આવે છે, જ્યાં ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ આરોપીને જેલમાં રાખીને તેની રાજકીય અને સામાજિક છબીને નુકસાન પહોંચાડવામાં આવે છે.
ભાજપ માટે આ મામલો ‘સાપે છછુંદર ગળ્યા’ જેવો થયો છે. ત્રણ વર્ષ સુધી જેલ અને તપાસના નામે જે નેરેટિવ બનાવવામાં આવ્યું, તે કોર્ટમાં પુરાવાના અભાવે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું છે. ભાજપ હવે આ ચુકાદા સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહી છે, જેથી જનતામાં સંદેશ જાય કે કાયદાકીય લડાઈ હજુ પૂરી થઈ નથી. આ ઉપરાંત, ભાજપ હવે આબકારી કેસને બદલે ‘શીશમહેલ’ વિવાદ (કેજરીવાલના નિવાસસ્થાન પાછળનો કરોડોનો ખર્ચ) અને વહીવટી નિષ્ફળતા જેવા મુદ્દાઓને હવા આપશે. ભાજપ માટે પડકાર હવે એ છે કે તે ‘ભ્રષ્ટાચાર’ના એ નેરેટિવને કેવી રીતે જીવંત રાખે, જે કોર્ટની તાજેતરની ટિપ્પણીથી નબળો પડ્યો છે. તપાસનો ઉદ્દેશ્ય ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો ઓછો અને વિરોધ પક્ષને વહીવટી રીતે પાંગળો કરવાનો વધુ હતો તેવી શંકા હવે વધુ પ્રબળ બની છે.
આલીશાન બંગલો અને ઈમાનદારીના દંભ વચ્ચેની ખાઈના સંદર્ભે અરવિંદ કેજરીવાલ માટે પણ આ વિજય સંપૂર્ણ નથી. ભલે એક્સાઈઝ કેસમાં રાહત મળી, પણ ‘કટ્ટર ઈમાનદારી’નો દાવો કરનાર નેતાના આલીશાન બંગલા પર થયેલો કરોડોનો ખર્ચ તેમની છબી પર કાયમી ડાઘ છે. શું એક સામાન્ય જનતાના પ્રતિનિધિને આટલા વૈભવી જીવનની જરૂર છે? જે નેતા જૂની ગાડી અને સાદગીના શપથ લેતા હતા, તેઓ હવે સત્તાના વૈભવમાં ક્યાંક ખોવાઈ ગયા છે તેવું જનતા જોઈ રહી છે. કોર્ટની નિર્દોષતા એ ‘નૈતિક પવિત્રતા’નું પ્રમાણપત્ર નથી. કેજરીવાલ દ્વારા ભાજપને ફરીથી ચૂંટણી યોજવાનો પડકાર ફેંકવો અને એમ કહેવું કે “જો ભાજપ 10 બેઠકો પણ જીતી જશે તો તેઓ રાજકારણ છોડી દેશે,” તે એક સમજી-વિચારીને ખેલેલી રાજકીય ચાલ છે.
આ સમગ્ર પ્રકરણમાં સૌથી વધુ વિરોધાભાસી ભૂમિકા કોંગ્રેસની રહી છે.

- Advertisement -

ભાજપ માટે ‘સાપે છછુંદર ગળ્યા’ જેવી સ્થિતિ: હવે ‘શીશમહેલ’ મુદ્દે ઘેરવાની તૈયારી

કોર્ટના ચુકાદાથી નેરેટિવ નબળું પડ્યું: 3 વર્ષની તપાસ બાદ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો કેસ, હવે હાઈકોર્ટમાં અપીલ અને વહીવટી નિષ્ફળતા પર ભાજપ આપશે ભાર

જ્યારે વિરોધ પક્ષોની એકતાની વાત આવે, ત્યારે કોંગ્રેસ બૂમો પાડીને કહેતી હતી કે ભાજપ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને વિરોધીઓને દબાવે છે. પરંતુ જેવો કેજરીવાલને કોર્ટમાંથી છુટકારો મળ્યો, કે તરત જ કોંગ્રેસનો સૂર બદલાઈ ગયો છે. હવે કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે આ મુક્તિ એ ‘ભાજપ અને આપ વચ્ચેની ગુપ્ત સાંઠગાંઠ’ અથવા ‘ઇ ટીમ’ હોવાનું પ્રમાણ છે. પંજાબ કોંગ્રેસ પ્રમુખે પ્રશ્ર્ન કર્યો કે જો આરોપ ગંભીર ન હતા તો લાંબા સમય સુધી જેલમાં કેમ રાખ્યા? અને જો ગંભીર હતા તો હવે મુક્ત કેમ કર્યા? આ બદલાતા નિવેદનો સાબિત કરે છે કે રાજકારણમાં કોઈ સિદ્ધાંત નથી, માત્ર અનુકૂળતા મુજબના તર્ક છે.
પંજાબનું ગણિત અને આંતરિક ખેંચતાણ
2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર્યા પછી અઅઙ માટે પંજાબ આશાનું કિરણ છે. 2022માં 117માંથી 92 બેઠકો જીતનાર અઅઙ હવે આ નિર્ણયને સત્યની જીત તરીકે રજૂ કરી રહી છે. જોકે, પંજાબના કેટલાક નેતાઓને લાગે છે કે દિલ્હીનું નેતૃત્વ રાજ્યના કામમાં વધારે દખલ કરી રહ્યું છે, જેને વિરોધ પક્ષે રિમોટ કંટ્રોલ સરકાર કહી છે. પંજાબના મંત્રીઓ માને છે કે આ નિર્ણયથી 2027માં પાર્ટી વધુ મોટી જીત મેળવી શકશે, પરંતુ કોંગ્રેસ હજુ પણ પંજાબના એક્સાઈઝ કેસ આગળ ન વધવા બાબતે સવાલો ઉઠાવી રહી છે.
ટૂંકમાં, આ લડાઈ ’ભ્રષ્ટાચાર વિરુદ્ધ શુદ્ધતા’ની નથી, પરંતુ ’સત્તા ટકાવવા વિરુદ્ધ સત્તા મેળવવા’ની છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની આ મુક્તિ ભારતીય લોકશાહીમાં તપાસ એજન્સીઓની નિષ્પક્ષતા પર ગંભીર સવાલ ઉભા કરે છે. જો કેજરીવાલ આ જીતને જનતા સુધી સાચી રીતે લઈ જવામાં સફળ રહેશે, તો તે વિરોધ પક્ષોની એકતાનું નવું કેન્દ્ર બની શકે છે. પરંતુ મતદારોએ એ સમજવું પડશે કે રાજકીય પક્ષો માટે ‘ન્યાય’ અને ‘સિદ્ધાંત’ માત્ર વાતો છે; અસલી ખેલ તો માત્ર સત્તાના સિંહાસનનો છે. કોઈ નેતા જેલમાં જાય કે મુક્ત થાય તેનાથી સામાન્ય લોકોના પાયાના પ્રશ્ર્નો બદલાતા નથી.
આથી, આ સમગ્ર પ્રકરણને માત્ર રાજકીય જીત કે હાર તરીકે જોવું પૂરતું નથી.
આ ઘટના એક કોર્ટ કેસનો અંત હોઈ શકે, પરંતુ તે ભારતીય લોકશાહીની સંસ્થાઓ પર ઊભા થયેલા સવાલોની શરૂઆત પણ છે. જ્યારે ચૂંટાયેલા નેતાઓ લાંબા સમય સુધી આરોપોના ભાર હેઠળ જેલમાં રહે અને અંતે તપાસ એજન્સીઓ પુરાવા સાબિત કરવામાં નિષ્ફળ રહે, ત્યારે પ્રશ્ર્ન વ્યક્તિગત નિર્દોષતા કરતાં મોટો બની જાય છે. શું તપાસ પ્રણાલી ખરેખર રાજકીય દબાણથી પર છે? શું કાયદો સમાન રીતે બધાને લાગુ પડે છે, કે પછી તે સત્તાના સંતુલન અનુસાર વળાંક લે છે?
લોકશાહી માત્ર ચૂંટણીથી જ જીવંત નથી રહેતી; તે સંસ્થાઓની વિશ્ર્વસનીયતા, ન્યાયપ્રણાલીની સ્વતંત્રતા અને તપાસ એજન્સીઓની નિષ્પક્ષતા પર ટકી રહે છે. જો તપાસ એજન્સીઓ પર શંકાનો પડછાયો પણ પડે, તો રાજ્યવ્યવસ્થાની નૈતિકતા કમજોર બને છે. બીજી તરફ, રાજકીય નેતાઓ માટે પણ આ ક્ષણ આત્મમંથનની છે. કાયદાકીય નિર્દોષતા અને નૈતિક પવિત્રતા એકસરખી નથી. જાહેર જીવનમાં પારદર્શિતા અને સાદગી માત્ર ભાષણો માટે નહીં, પરંતુ વર્તન માટે પણ જરૂરી છે.
આ પ્રકરણ એ પણ દર્શાવે છે કે ભારતમાં રાજકીય નેરેટિવ ઘણી વખત કોર્ટના ચુકાદાથી પહેલાં જ રચાઈ જાય છે. મીડિયા ટ્રાયલ, સોશિયલ મીડિયા અભિયાન અને રાજકીય ભાષણો સત્યને પોતાની રીતે ઘડે છે. ત્રણ વર્ષ સુધી ભ્રષ્ટાચાર શબ્દ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રહ્યો; હવે સાજિશ અને પ્રતિશોધ નવા નેરેટિવ બની રહ્યા છે. પરંતુ સત્ય ઘણીવાર આ બંને અતિરેકોની વચ્ચે ક્યાંક હોય છે – અને તે સત્ય સુધી પહોંચવા માટે શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને સંસ્થાગત પ્રણાલીઓની જરૂર છે.
ભાજપ માટે આ પડકાર છે કે તે પોતાના રાજકીય વિરોધીઓને કાયદાકીય લડાઈમાં હરાવવાની કોશિશ કરશે કે પછી નીતિ અને વિકાસના મુદ્દાઓ પર સ્પર્ધા કરશે. આમ આદમી પાર્ટી માટે પણ આ ક્ષણ માત્ર ઉજવણીની નથી, પરંતુ વિશ્વાસ પુન:સ્થાપિત કરવાની છે. કારણ કે જનતા અંતે પરિણામોથી નક્કી કરે છે, શાળાઓ, હોસ્પિટલ, રોજગાર અને શાસન વ્યવસ્થાની ગુણવત્તા પરથી.
અંતે, આ લડાઈ કોઈ એક નેતા, એક પક્ષ કે એક રાજ્યની નથી. આ લડાઈ ભારતીય લોકશાહીના સ્વરૂપની છે – શું તે મજબૂત સંસ્થાઓ પર ચાલશે કે રાજકીય નેરેટિવના પ્રવાહમાં વહેતી રહેશે?
ન્યાય મળ્યો કે રાજકીય પરિસ્થિતિએ દિશા બદલી – તેનો અંતિમ નિર્ણય ઇતિહાસ કરશે. પરંતુ એક સત્ય અચળ છે: સત્તાની લડાઈમાં સત્ય ઘણીવાર સૌથી છેલ્લે પહોંચે છે. અને જ્યારે સત્ય મોડું આવે છે, ત્યારે તેની કિંમત આખી પ્રજા ચૂકવે છે.

- Advertisement -

You Might Also Like

પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર

બજેટ 2026-27: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને લાંબા ગાળાના વિકાસની વાતો: મધ્યમવર્ગ હતો ત્યાંનો ત્યાં!

યુનિયન બજેટ 2026: આંકડાનો શણગાર કે મધ્યમવર્ગનો ઉદ્ધાર?

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

મહારાષ્ટ્રની 2026 મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીઓ: પરિણામો અને શહેરી રાજકારણમાં ઐતિહાસિક વળાંક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉઘરાણીમાં ફસાયેલા નાણાંની કાયદેસર વસૂલાત
Next Article જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ધંધા માટે વ્યાજે લીધેલા 85 લાખ ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરી ધમકી આપતાં વ્યાજખોરો

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
તા. 11થી 13 સુધી રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન
શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના પ્રકરણમાં પીડિત મહિલાને અન્યાય?
ઑનલાઇન વીમામાં 82% ગ્રાહકો સાથે ફ્રોડ
સાતલપુર: હાજીપીરથી દર્શન કરી પરત ફરતાં પરિવારને કાળ ભેટ્યો; ટેન્કરની ટક્કરે એક જ પરિવારના 4ના મોત
‘ખાસ-ખબર કપ-2026’માં રોમાંચની રફતાર: ત્રીજા દિવસે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને થ્રિલિંગ મુકાબલા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
Hemadri Acharya Dave

બજેટ 2026-27: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને લાંબા ગાળાના વિકાસની વાતો: મધ્યમવર્ગ હતો ત્યાંનો ત્યાં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
Hemadri Acharya Dave

યુનિયન બજેટ 2026: આંકડાનો શણગાર કે મધ્યમવર્ગનો ઉદ્ધાર?

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?