માળીયા હાટીના તાલુકાના નવયુવાન શિક્ષણવિદ પાયોનિયર સ્કુલ અને એવરેસ્ટ એકેડેમીના સંચાલક સરળ સ્વભાવ ખૂબ જ લાગણીશીલ વ્યક્તિત્વન ધરાવતા નીડર બાહોશ કર્મનિષ્ઠ માનસિંહભાઈ કે સિસોદિયાની આજરોજ જન અધિકાર મંચ ના પ્રદેશ પ્રમૂખ પ્રવિણભાઈ રામ દ્રારા માનસિંહભાઈ કે સિસોદિયા ની
જુનાગઢ જીલ્લા ઉપ પ્રમૂખ તરિકે વરણી કરતા અનુસુચિત જાતિ એકતા મંચ તેમજ વિવિધ સંગઠન મિત્રોએ શુભકામના પાઠવી હતી વધુ માં માનસિંહભાઈ કે સિસોદિયાએ જણાવ્યૂ હતૂ જન અધિકાર મંચમાં પ્રતિનિધિત્વ મળતાં હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છુ, આવનારા સમયમાં જનતાના હિત માટે ચાલતા જન અધિકાર મંચના કાર્યોને નિષ્ટાપૂર્વક આગળ ધપાવવામાં તેમજ આ તમામ કાર્યોને લોકો સુધી પહોચાડવામાં અને જન અધિકાર મંચના સંગઠનને ગ્રામ્ય લેવલ સુધી મજબૂત કરવામાં અને શિક્ષણ ને લગતા વિધાથીઁઁ ના મુદા ઉપર સાથે રહીને પ્રશ્રોનુ ઉકેલ કરવામાં સંગઠનમાં સાથે રહી ને કામ કરીશ.
(અનિરુદ્ધસિંહ બાબરીયા – કેશોદ)