જામનગરમાં ગુન્હાખોરી ડામવાની દિશાના પગલાના ભાગરૂપે IPS દીપન ભદ્રન સતત કાર્યરત છે, અને તેવો સતત કઈ રીતે ગુન્હાઓની દુનિયા ખત્મ કરી શકાય તે દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે આજે જામનગર SOG અને અમદાવાદ ATSની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલ એક ઓપરેશનમાં જયેશ પટેલના મુખ્ય સાગરીત રજાક સોપારીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે રજાક પર અલગ અલગ કલમો હેઠળ 7 ગુન્હાઓ નોંધયેલા છે. આ અંગેની વધુ વિગતો હજુ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી. પરંતુ રજાક ને ઝડપી પાડવામાં આવ્યાની વાતને સમર્થન આપવામાં આવ્યું છે.