By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    13 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    13 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    13 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    13 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    13 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    10 hours ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    12 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    12 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    1 day ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    10 hours ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    3 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 day ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શંકાના દાયરામાં માસૂમ: દીકરી સગ્ગા બાપે કરેલાં ક્રાઈમની પડતાલ લે છે ત્યારે…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > શંકાના દાયરામાં માસૂમ: દીકરી સગ્ગા બાપે કરેલાં ક્રાઈમની પડતાલ લે છે ત્યારે…
AuthorNaresh Shahખાસ-ખબર

શંકાના દાયરામાં માસૂમ: દીકરી સગ્ગા બાપે કરેલાં ક્રાઈમની પડતાલ લે છે ત્યારે…

Khaskhabar Editor
Last updated: 2022/07/02 at 4:40 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

નાનું-મોટું મહાભારત દરેક કુટુંબમાં ભજવાતું જ હોય છે, જેમાં કૈકેયીથી માંડીને ભિષ્મ સુધીના પાત્રોના પડછાયાં અને પ્રતિકૃતિ પણ જડતી રહે છે. બોમન ઈરાની જેવા તગડાં એકટરની ઓટીટી પ્લટેફોર્મ (ડિઝની-હોટસ્ટાર) પર ડેબ્યુ કરાવતી વેબસિરિઝ માસુમ પણ એક કૌટુંબિક કોઠા-કબાડાને બયાન કરતું થ્રિલર છે. પંજાબના લોકાલ પર સેટ થયેલી માસુમ મર્ડર મિસ્ટરીની જેમ ઉઘડે છે પણ ખરેખર તો એ એક માસુમ લવસ્ટોરી છે. ચેતવણી : લવસ્ટોરી શબ્દ વાંચીને કોઈએ ગેરસમજ ન કરવી કારણકે એક બ્રિટિશ શો પરથી પ્રેરિત માસૂમ આમ જૂઓ તો આ બાપ-દીકરી વચ્ચેના શંકાના દાયરામાં ભડક્તી આગની કહાણી છે.
ગુણવંત નર્સિગ હોમ ચલાવતાં ડૉ. બલરાજ કપૂર (બોમન ઈરાની) ની શાખ અને ઈજ્જત એવી ખમતીધર છે કે તેને આમ પ્રજા પાર્ટી ચૂંટણીની ટિકિટ માટે પસંદ કરે છે અને ચૂંટણી લડવા માટે પચાસ લાખની રોકડ આપે છે પણ… એ જ વખતે ડૉ. બલરાજ કપૂરની પેરેલિસિસગ્રસ્ત પત્ની આકસ્મિક રીતે પલંગ પરથી પડી જવાથી મૃત્યુ પામે છે.
અનુસંધાન પાના નં. 15

બોમન ઈરાની માસુમનું સૌથી મોટું જમાપાસું છે અને ડૉ. બલરાજ કપૂર તરીકે તેમણે ભલભલા એકટરને ટક્કર મારે તેવો અભિનય ર્ક્યો છે, સગી દીકરી પોતાને પત્નિનો હત્યારો માને છે, તેનો અંદેશો પામી ગયા પછી પણ પુત્રી સાથેના વહેવાર દર્શાવવામાં બોમન ઈરાનીએ કમાલ કરી છે

- Advertisement -

પત્નીનું નામ ગુણવંત (ઉપાસના સીંઘ) છે અને તેના નામે જ ડૉ. કપૂર નર્સિગ હોમ ચલાવે છે… પલંગગ્રસ્ત પત્નીની સુશ્રૃષા માટે તેમણે નર્સ પણ રાખેલી છે. પતિને છોડીને આવી ગયેલી દીકરી (મંજરી ફડનવીસ) અને તેનો પુત્ર યુવાન પુત્ર (વીર રાજવંત સિંહ) પણ છે છતાં ગુણવંતના મૃત્યુ સમયે ઘરમાં માત્ર ડૉ. બલરાજ કપૂર જ હાજર હતા અને આ દુઘર્ટના બને છે. માતાના મૃત્યુના સમાચાર જાણીને દિલ્હી રહેતી નાની દીકરી સના (સમારા તિજોરી, દિપક તિજોરીની પુત્રી ) ઘરે આવે છે પણ તેને ગળા સુધી વિશ્વાસ છે કે માતાનું આકસ્મિક મૃત્યુ નથી થયું પણ હત્યા થઈ છે. સનાને ડાઉટ છે કે, આ હત્યા તેના પિતા ડૉ. બલરાજ કપૂરે (બોમન ઈરાની) જ કરી છે…
ઘરે પહોંચ્યા પછી સનાને ખબર પડે છે કે (ચૂંટણી લડવા માટે આવેલી) તોતિંગ રકમની પણ માતાના મૃત્યુ દરમિયાન જ ચોરી થઈ છે પણ પિતા પોલીસ ફરિયાદ કરતાં નથી. પત્ની ગુણવંત પલંગ પરથી પડીને મૃત્યુ પામી ત્યારે પિતા ડૉ. કપૂર એક ઈમરજન્સી પેશન્ટ માટે તેના ઘરે ગયા હતા, એવી વાત પણ જૂઠી હોવાનું સનાને ખબર પડે છે…જો કે (આપણા સિવાય એટલે કે દર્શકો સિવાય) ઘરમાં કોઈને ખબર નથી કે ઘરની તિજોરીમાંથી ચોરાયેલાં પૈસા પુત્ર (વીર રાજવંત સિંહ) એ જ તફડાવ્યાં હતા અને એ રકમનો થેલો તે તેના બોયફ્રેન્ડને આપી આવ્યો છે. બન્ને ગે (સમલિંગી) છે. વિદેશ ભાગી જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે અને…
ઘરભંગ થઈને આવેલી ડૉ. કપૂરની મોટી દીકરી પણ છે. પિતા પાસે રહેવું કે પતિ પાસે ચાલ્યા જવું, એ નક્કી તે નથી કરી શક્તી. આવા અંદર-અંદર ગૂંચવાયેલાં પરિવારની માસુમ ની કથા (લેખક- સત્યમ ત્રિપાઠી) છે. ડિરેકટર મિહિર દેસાઈએ એવી ખુબીથી માસુમ નું ડિરેકશન ર્ક્યું છે કે, સત્ય જાણવાની આપણી તાલાવેલી અંત સુધી બરકરાર રહે છે. ડિરેકટર ઓફ ફોટોગ્રાફી (ડીઓપી) વિવેક શાહની છે. બોમન ઈરાનીના દાદુ એક્સપ્રેશન તેમણે ખુબીથી ઝીલ્યાં છે, એ સ્વીકારવું રહ્યું. (વિવેક શાહ આપણા ચિંતક-લેખક ગુણવંત શાહના પુત્ર છે.) બોમન ઈરાની માસુમનું સૌથી મોટું જમાપાસું છે અને ડૉ. બલરાજ કપૂર તરીકે તેમણે ભલભલા એકટરને ટક્કર મારે તેવો અભિનય ર્ક્યો છે. સગી દીકરી પોતાને પત્નિનો હત્યારો માને છે, તેનો અંદેશો પામી ગયા પછી પણ પુત્રી સાથેના વહેવાર દર્શાવવામાં બોમન ઈરાનીએ કમાલ કરી છે તો પત્ની ઉપાસના સીંઘને આપણે કપિલ શર્માના શોમાં કોમેડી કરતાં જોયા છે પણ અહીં નાનકડાં પાત્રમાં પણ એ અલગ ઈમેજ ઉભી કરી શક્યાં છે.
માસુમની કથા આમ તો પિતા-પુત્રી વચ્ચેની છે અને પુત્રી સનાના પાત્રમાં સમારા તિજોરીએ પણ સરસ કામ ર્ક્યું છે પરંતુ પંજાબી પોલીસમેન તરીકે મનુ રીશી ચઢૃા વેડફાયા હોય એવું લાગે છે. આ પોલીસમેન સિરિઝના ઓપિનિંગમાં જ આપે છે એટલે એવી ધારણાં બને કે છેલ્લે કશુંક જરૂરથી બનશે… એક વખત તો પુત્રી સના માતાની હત્યા થઈ હોવાની એફઆઈઆર લખાવવાની વાત પણ આ પોલીસમેનને કરે છે પણ…
શું ગુણવંત કપૂરનું મૃત્યુ આકસ્મિક હતું ? શું પતિએ જ તેની હત્યા કરી હતી ? દીકરા કે મોટી દીકરી કે હડધૂત થયેલાં જમાઈની કોઈ ભૂમિકા હતી અને બિમાર ગુણવંત કપૂરની હત્યા થઈ તો શા માટે થઈ ? માસુમ આ તમામ પ્રશ્નોના જવાબ તો આપે જ છે પણ આ સિરિઝનો બીજો ભાગ બને, એ માટેનો ટવિસ્ટ પણ ઉમેરવામાં આવે છે. છેલ્લાં એપિસોડના એન્ડ ટાઈટલ વખતે રિમોટનો ઉપયોગ ના કરતાં, ટવિસ્ટ ત્યાર પછી દર્શાવાયો છે

ડ્રાઇવિંગ લાયસન્સ અને સેલ્ફી
મલયાલી ફિલ્મના સુપરસ્ટાર હરિન્ને (પૃથ્વીરાજ સુકુમારન) પોતાની ફિલ્મનો કલાઈમેક્સ શૂટ કરીને પત્નીના એડવાન્સ્ડ બોડી ચેકઅપ માટે અમેરિકા જવું છે પણ કલાઈમેક્સ વખતે તેણે કાર ચલાવવાની હોવાથી ડ્રાયવીંગ લાયસન્સની કોપી આપવાની છે. હરિન્ને રિન્યુ કરાવવા માટે ડ્રાયવીંગ લાયસન્સ એજન્ટને આપ્યું છે પરંતુ એજન્ટ દૂબઈ ગયો છે તેથી… તાત્કાલિક ડ્રાયવીંગ લાયસન્સ મેળવવું જરૂરી છે એટલે છેડાં લગાવીને આરટીઓના ડ્રાયવીંગ ઈન્સ્પેકટર કુરૂવીલા (સુરજ વેનીરામુડ) ને ભલામણ કરવામાં આવે છે. સુપરસ્ટાર હરિન્નનો પાક્કો ફેન કુરૂવીલા (ખાનગી રાહે) તાબડતોબ લાયસન્સ કાઢી આપવા તૈયાર છે પણ તેની રિક્વેસ્ટ છે કે એક વખત સુપરસ્ટાર તેની આરટીઓ સ્થિત ઓફિસમાં આવે અને સેલ્ફી ખેંચાવે.
ગરજના માર્યો સુપરસ્ટાર હરિન્ન એ શરત મંજૂર રાખે છે એટલે આરટીઓ ઈન્સ્પેકટર કુરૂવીલા એ દિવસે પોતાના ટીનએજ પુત્રને પણ ઓફિસે સાથે લઈ આવે છે કે જેથી સુપરસ્ટારને મળી શકાય અને યાદગિરી તરીકે એક સેલ્ફી લઈ શકાય પણ… એ પછી એવું બને છે કે ચાહક કુરૂવીલા સુપરસ્ટાર હરિન્ન સાથે ટશન થઈ જાય છે, પણ પછી શું થાય છે ? લડાઈ કેવી આગળ વધે છે ? હરિન્ન આરટીઓ ઈન્સ્પેકટર કેવી લેફટ રાઈટ લે છે અને અંતમાં શું થાય છે ર019 માં આવેલી ડિરેકટર લાલ જૂનિયરે બનાવેલી મલાયલમ ફિલ્મ ડ્રાયવીંગ લાયસન્સ એક હિટ ફિલ્મ હતી. તેનો વિષય વેગળો હતો અને ઘટનાઓ એવી છે કે જે સામાન્ય રીતે આપણે સિનેમના પરદે જોઈ નથી. એમેઝોન પ્રાઈમ પર હિન્દી ભાષામાં પણ જોવા મળી શક્તી ડ્રાયવીંગ લાયસન્સ ની વાત અહીં સકારણ ઉખેળવામાં આવી છે કારણકે આ જ ફિલ્મ હિન્દી ભાષામાં પણ બની રહી છે, જેનું નામ સેલ્ફી છે. સુપરસ્ટાર અને આરટીઓ ઈન્સ્પેકટરનું કિરદાર તેમાં અક્ષ્ાયકુમાર અને ઈમરાન હાશ્મી ભજવી રહ્યા છે. સેલ્ફી રિલિઝ થાય ત્યારે ટિકિટ ખર્ચવી કે કેમ, એ નક્કી કરવા માટે પણ ડ્રાયવીંગ લાયસન્સ જોવા જેવું છે

- Advertisement -

You Might Also Like

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

TAGGED: WESERIES
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article G-7 Summit: ભારતએ વિશ્વનાં ટ્રેડ સેન્ટર કે મહાસત્તા તરફ મંડાણ
Next Article એડવરટાઈઝિંગ : પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયાની આવકનો મુખ્ય સ્ત્રોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
Bhavy Raval

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
Author

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?