બાંગ્લાદેશ સામે જીત સાથે WTC પોઈન્ટ-ટેબલમાં ભારતની સ્થિતિ વધુ મજબુત: 71.67% પોઈન્ટ
ચેન્નાઇ : ભારતે બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 280 રને જીતી લીધી છે. આ જીત સાથે ટીમે શ્રેણીમા 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચના ચોથા દિવસે રવિવારે 515 રનનો પીછો કરવા ઉતરેલી ટીમે બીજી ઇનિંગમાં બાંગ્લાદેશને 234 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
- Advertisement -
આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બીજી ઇનિંગ 4 વિકેટે 287 રન પર ડિકલેર કરી હતી અને બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશનો પ્રથમ દાવ 149 રનમાં સમેટાઈ ગયો હતો.
WTC પોઈન્ટ ટેબલમાં ભારત નંબર-1 પર યથાવત છે, બાંગ્લાદેશ
પ્રથમ મેચ જીત્યા બાદ 2023-25 સીઝનના પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. ટીમના હવે 71.67% પોઈન્ટ છે. તે જ સમયે, બાંગ્લાદેશની ટીમ (39.19%) છઠ્ઠા સ્થાને છે.
40 રનના સ્કોર પર છેલ્લી 5 વિકેટ ગુમાવી :
શાકિબના આઉટ થયા બાદ બાંગ્લાદેશની વિકેટો પડવા લાગી. ટીમે 40 રનના સ્કોર પર છેલ્લી 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન નઝમુલ હસન શાંતો 82 રન બનાવીને આઉટ થયો હતો. તેને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો.
- Advertisement -
અશ્વિને 6 વિકેટ, જાડેજાએ પણ 5 વિકેટ ઝડપી :
અશ્વિને બાંગ્લાદેશના 6 ખેલાડીઓને આઉટ કર્યા. તેણે ત્રીજા દિવસે 3 અને ચોથા દિવસે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 5 સફળતા મેળવી હતી. તેણે પ્રથમ દાવમાં 2 અને બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી હતી.