– મોદી વિશ્વના નેતાઓને રાજઘાટ પર લઈ ગયા તે દ્રશ્ય તો શાનદાર
ભારતમાં G-20ની સફળતા પર દેશની સરકાર પર પાકિસ્તાનીઓનો ગુસ્સો ફુટયો,જી-20 માટે દરેક ભારતીય ગર્વ લઈ શકે છે: મોદીની ભરપુર પ્રશંસા કરતા પાક નાગરિકો
- Advertisement -
હાલમાં જ નવી દિલ્હીમાં સંપન્ન થયેલા જી-20માં ભારતને મળેલી સફળતા અને અમેરિકા, રશિયા અને ચીનના રાષ્ટ્રવડાઓએ પણ ભારતની ‘ડિપ્લોમસી’ની જે પ્રશંસા અને વૈશ્વીક મંચ પર ભારતના પ્રભાવથી ‘હતાશ’ થયેલા પાકિસ્તાનનું દર્દ બહાર આવી ગયું છે અને પાક નાગરિકો પણ તેના દેશની સરકાર સામે આક્રોશ દર્શાવી રહ્યા છે
તો કેટલાક પાક નાગરિકો હવે પાડોશી દેશ ભારતના નાગરિકો માટે અગાઉ ગર્વ હોવાનું તેઓ કહે છે. જી-20માં 20થી વધુ દેશોના રાષ્ટ્રવડાઓ આવ્યા જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન તો બાંગ્લાદેશ પણ ગયા પણ કોઈ રાષ્ટ્રવડાઓ કે તેમના પ્રતિનિધિઓએ પાકિસ્તાનની મુલાકાત લીધી નહી. તેના પર હતાશ પાકિસ્તાનીઓ કહે છે કે દુનિયામાં પાકિસ્તાનને હવે એક બાજું હડસેલી દેવાયુ છે. તેઓ કહે છે કે સાઉદી અરેબીયાના શાહજાદા (ક્રાઉન પ્રિન્સ) ભારત ગયા પણ પાકીસ્તાન આવ્યા નથી જે દર્શાવે છે કે ભારત હવે દુનિયાનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે.
પાક નાગરિકોને આશ્ર્ચર્ય છે કે બાંગ્લાદેશને જી.20 માટે આમંત્રણ અપાયું પણ પાકિસ્તાનને અપાયુ ન હતું! આપણી વિદેશ નીતિ પણ નિષ્ફળ રહી છે. પાકના શાસકોને પણ ખબર નહી કે તેના દેશમાં શું છે! આપણી અર્થવ્યવસ્થા- કાનૂન વ્યવસ્થા- વિદેશ નીતિ બધુ નિષ્ફળ થઈ રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે વિશ્વ નેતાઓને રાજઘાટ પર પણ લઈ ગયા તે પણ પાક નાગરિકોને સ્પર્શી ગયું અને ચારે તરફ મોદી-મોદી થયું હતું.
- Advertisement -