માનસરોવર યાત્રા પણ ફરી શરૂ કરવા પર વાતચીત થઈ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં બે દિવસીય ૠ20 સમિટનું સમાપન થયું છે. આ દરમિયાન ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત થઈ. જેમાં બંને દેશો વચ્ચે સરહદ વિવાદ પર 5 વર્ષ બાદ વિશેષ પ્રતિનિધિઓની બેઠક બોલાવવા પર સહમતિ સધાઈ હતી. વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું કે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ અને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે પણ ચર્ચા કરી હતી. કોરોના મહામારી પછી આ બંને પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સમિટના બીજા દિવસે વડાપ્રધાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડો સાથે દેખાયા હતા. ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ ગયા વર્ષે જી-20 સમિટ બાદ શરૂ થયો હતો. કેનેડાના પીએમએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાને 2025માં યોજાનારી આગામી સમિટની યજમાની કરવાની તક મળી છે. તમામ સભ્યો દ્વારા જારી કરાયેલ સંયુક્ત મેનિફેસ્ટોમાં ભૂખમરા સામે લડવા માટે વૈશ્ર્વિક સમજૂતી, યુદ્ધગ્રસ્ત ગાઝા માટે વધુ સહાય અને મિડલ-ઈસ્ટ અને યુક્રેન યુદ્ધ રોકવા માટે અપીલ કરવામાં આવી હતી.
ત્રીજા સત્ર પછી મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા, ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ મોદી સાથેની મુલાકાત દરમિયાન ગયા વર્ષે નવી દિલ્હીમાં ૠ20ના સફળ સંગઠન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.
લુલા ડી સિલ્વાએ કહ્યું કે G 20 સમિટમાં બ્રાઝિલ દ્વારા લેવામાં આવેલા પગલાં ગયા વર્ષે ૠ20માં ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયોથી પ્રેરિત છે.
G 20 સમિટના પહેલા દિવસે PM નરેન્દ્ર મોદીએ વિશ્ર્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ પીએમ કીર સ્ટારમર, ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની, પોર્ટુગલના પીએમ લુઈસ મોન્ટેનેગ્રો, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને નોર્વેના પીએમ જોનાસ ગેર સ્ટોર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરી હતી. સમિટ દરમિયાન પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે પણ મુલાકાત કરી અને વાતચીત કરી. પીએમ મોદીએ ૠ20 સમિટના પ્રથમ બે સત્રો – ‘ભૂખમરો અને ગરીબી સામે અકજૂટ’ અને ‘સરકારની કામગીરીમાં સુધારો’ અંગે સૂચનો આપ્યા હતા. તેમણે કહ્યું કે યુદ્ધના કારણે વિશ્ર્વમાં ખાદ્ય સંકટ છે. તેની સૌથી વધુ અસર ગરીબ દેશો પર પડી છે.