-હાર્ડ ડીસ્ક, ટેલીફોન પાર્ટસ, યુરીયા, એન્ટીબાયોટીક, સનફલાવર તેલ, એલ્યુમીનીયમ સ્ક્રેપ, કાજુ, સોલાર સેલ સહીતની જંગી આયાત પામતી પ્રોડકટોની સમીક્ષા
પર્સનલ કોમ્પ્યુટર તથા લેપટોપની આયાત માટે લાયસન્સ ફરજીયાત બનાવીને આયાત પ્રતિબંધ મુકવાના પગલા બાદ હવે કેમેરા, પ્રિન્ટર, હાર્ડ ડીસ્ક, ટેલીફોનનાં પાર્ટસ તથા ટેલીગ્રાફીક સાધનોની નિકાસ રોકવાની દિશામાં સરકારે વિચારણા શરૂ કરી છે.
- Advertisement -
કેન્દ્ર સરકારનાં માહિતગાર સુત્રોએ કહ્યું કે આ તમામ ચીજોની જંગી આયાત થાય છે. સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નિયંત્રણો લાદવાની વિચારણા છે આ ઉપરાંત યુરીયા, એન્ટીબાયોટીક, ટર્બોજેટ, લીથીયમ આવન, ઓકયુલેટર્સ, રીફાઈન્ડ કોપર, મશીન, મીકેનીકલ, એપ્લાયન્સીઝ, સોલાર સેલ, એલ્યુમીનીયમ સ્ક્રેપ, સનફલાવર, ઓઈલ તથા કાજુ જેવી જંગી આયાત પામતી ચીજો વિશે પણ સમીક્ષા કરી હતી.
ભારતની કુલ આયાત વર્ષ દરમ્યાન 16.5 ટકા વધીને 314 અબજ ડોલરે પહોંચી છે. તેને કારણે ભારતનાં જીડીપીની કરંટ એકાઉન્ટની ખાદ્ય 1.2 ટકાની વધીને 2 ટકાને આંબી ગઈ હતી. આ ઉપરાંત ભારત સરકાર ઈન્ફર્મેશન ટેકનોલોજી કરાર-1 હેઠળ આયાત જકાત વસુલતી નથી તેવી 250 પ્રોડકટનાં શીપમેન્ટ પર સરકાર દ્વારા વોચ શરૂ કરવામાં આવી છે.તૈયાર પ્રોડકટની ખુબ મોટી આયાત થતી હોય તેના પર ફોકસ રાખવામાં આવ્યું છે.
ઈન્ફર્મેશન ટેકનોલોજી કરાર-1 હેઠળ ઈન્ટીગ્રેટેડ સર્કીટ, કોમ્પ્યુટર, ટેલીકોમ ઈકવીપમેન્ટ, સેમી કન્ડકટર્સ, સાયન્ટીફીક ઈકવીપમેન્ટ સહીત હાઈ ટેકનોલોજી ચીજો આવી જાય છે. ચીપ્સ અને ડીસપ્લે સૌથી મોંઘી પ્રોડકટ છે. અને તેના ઘરઆંગણે ઉત્પાદનને પ્રોત્સાહન આપવુ જરૂરી છે.મેડીકલ ડીવાઈન ક્ષેત્ર પર પણ નજર છે. પ્રિન્ટર, કી-બોર્ડ, હાર્ડ ડીસ્ક, સ્કેનર્સનું ઘરેલુ ઉત્પાદન હોય છે કે કેમ તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
ઉદ્યોગક્ષેત્રના સુત્રોએ કહ્યુ કે કરાર હેઠળ જે પ્રોડકટની જકાત મુકત જંગી આયાત થાય છે તેને નિયંત્રીત કરવાનો સરકારનો ઈરાદો જણાય છે. ભવિષ્યમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સાથે સંભવીત વિવાદ રોકવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં કોમ્પ્યુટર લેપટોપ, ટેબલેટ, સર્વર, પર આયાત પ્રતિબંધ મુકયો હતો વિરોધ ઉઠતા તેનો અમલ 1લી નવેમ્બરથી કરવાનું જાહેર કર્યું હતું. ગત નાણા વર્ષમાં કોમ્પ્યુટર, લેપટોપ તથા ટેબલેટની આયાત 5.3 અબજ ડોલરની થઈ હતી.