હાઈકોર્ટ સુધી દોષિત જાહેર થયેલા વ્યક્તિને આઠ વર્ષ જેલમાં વિતાવ્યા બાદ છોડી મુકવા આદેશ: એક ફાયર આર્મ એ આ પ્રકારની ઉજવણી માટે નથી
લગ્ન સહિતના ખુશીઓના સમારોહમાં પીસ્તોલ-બંદૂક કે તેવા ફાયરઆર્મમાંથી હવામાં ગોળીબાર કરીને આનંદ વ્યક્ત કરવા ઉપરાંત જે રીતે ખુદના ઉચ્ચ સ્ટેટસને દર્શાવવા કે અન્ય પર પ્રભાવ પાડવાનો પ્રયાસ થાય છે તેમાં અનેક વખત આ પ્રકારનું ફાયરીંગ પ્રાણઘાતક પણ બને છે.
- Advertisement -
બંદૂક કે રીવોલ્વરમાંથી છૂટેલી ગોળી પર ‘સરનામા’ હોતા નથી તે કહેવત અહી કમનસીબે કયારેક સાચી પડે છે તે સમય સર્વોચ્ચ અદાલતે એક ચૂકાદામાં આ પ્રકારે ઉજવણી કે ખુશી વ્યક્ત કરવા જે ગોળીબાર થાય અને તેમાં કોઈનું મૃત્યુ થાય તો તે હત્યા ગણી શકાય નહી તેવું જણાવીને સાથોસાથ એ પણ કહ્યું કે બંદુક કે રીવોલ્વર અથવા ફાયર આર્મ આ પ્રકારે ઉજવણી માટે વપરાવા જોઈએ નહી.
સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં અવારનવાર આ પ્રકારે લગ્ન કે તેવા સમારોહ કે કોઈ ઉજવણી સમયે ફાયરીંગ કરાતું હોય તેવા વિડીયો સોશ્યલ મીડીયાએ વાયરલ થાય છે. પોલીસ તેમાં આર્મ એકટના ભંગ સહિતના અપરાધ નોંધે છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ આ પ્રકારના એક કેસમાં લગ્ન સમારોહમાં સલામતીની ચિંતા કર્યા વગર જ કરેલા ફાયરીંગમાં એકનો જીવ લેનારને હત્યાના આરોપમાંથી મુક્ત કર્યા તો આ કેસમાં સર્વોચ્ચ અદાલતે કનવર પાલ વિ. ઉતરાખંડ સરકારના 2014ના કેસમાં જે ચૂકાદો અપાયો તેનો સહારો લીધો હતો.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, સમારોહમાં ફાયરીંગ કરનારનો ઈરાદો કોઈની હત્યા કરવાનો ન હતો અને તે ઈરાદાપૂર્વકની હત્યા હતી તે કોઈ શંકાથી પર રહીને પણ પુરવાર થયું નથી તેથી દોષિતને શંકાનો લાભ મળવો જોઈએ. સાથોસાથ તેના કૃત્ય (ફાયરીંગ)થી કોઈનું મૃત્યુ નિપજી શકે છે તે તેના જ્ઞાનમાં ન હોય તે સ્વીકારી શકાય નહી. દરેક જે આ પ્રકારના હથિયાર ધરાવે છે અથવા ઉપયોગ કરે છે તેમાં અને અન્ય તમામ જાણે છે કે ગનનો ઉપયોગ અસલામત રીતે ટોળામાં કરવાથી શું પરિણામ આવી શકે છે અને આ પ્રકારની ઉજવણીમાં ગન કે બંદૂકનો ઉપયોગ કોઈ સલામતી વગર કરવો.
- Advertisement -
ખાસ કરીને લગ્ન સમારોહમાં ખુશીનું ફાયરીંગ સ્વીકાર્ય નથી. અદાલતે તેથી દોષીત જાહેર થયેલા વ્યક્તિના ઈરાદા વિહિન કૃત્ય તથા જેની હત્યા થઈ તેની સામે કોઈ જૂની દુશ્મની કે કોઈ ઝગડો ન હતો તે નિશ્ચિત થયુ છે તેથી બિન ઈરાદે હત્યામાં તે આઠ વર્ષથી જેલમાં છે તેથી હવે તેને મુક્ત કરવા આદેશ આપ્યો હતો.