જો તમે પણ રેડી-ટૂ-ઈટ નાસ્તો ખાવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે છે. આવા નાસ્તા ખાતા પહેલા દસ વાર વિચારવું જોઈએ. જાણો શા માટે.
વિશ્વભરમાં મળતો સગવડતાવાળો ખોરાક અને ખાવા માટે તૈયાર નાસ્તાપર થયેલા એક સર્વે અનુસાર, ન્યુટ્રીશન રિસર્ચરને પોતાના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પાંચમાંથી ચાર પદાર્થ લેબલ પર આપવામાં આવેલા પોષણના દાવાઓને પૂર્ણ કરે છે, પરંતુ તેમાંના મોટાભાગના ઘટકો ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ છે. અભ્યાસ મુજબ, સવારના નાસ્તાના અનાજ, ઓટમીલ મિક્સ, સૂપ મિક્સ અને હેલ્ધી સ્નેક્સમાં 70% થી વધુ કેલરીમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. જણાવી દઈએ કે, ડ્રિંક્સમાં સૌથી વધુ કાર્બોહાઇડ્રેટ હતા, જે 100 ગ્રામમાં 35 થી 95 ગ્રામ સુધી હતા. એક અહેવાલ અનુસાર, સરેરાશ 100 ગ્રામ દીઠ 15.8 ગ્રામ પ્રોટીન સાથે, અભ્યાસ કરાયેલ ડ્રિંક મિશ્રણમાં પ્રોટીનનું ઉચ્ચતમ સ્તર હતું. ઈડલી મિક્સ 100 ગ્રામ દીઠ સરેરાશ 12.2 ગ્રામ પ્રોટીન સાથે બીજા ક્રમે છે. મકાઈ, બટેટા, સોયા અથવા ઘઉંમાંથી બનાવેલ રેડી-ટૂ-ઈટ નાસ્તામાં સૌથી વધારે ચરબીનું સરેરાશ સ્તર (100 ગ્રામ દીઠ 28 ગ્રામ) મળી આવ્યું.
- Advertisement -
અભ્યાસમાં શું કહેવાયું છે?
એક અહેવાલમાં ચેન્નઈના ફિઝિશિયન આર.એમ. અંજનાને ટાંકીને જણાવ્યું કે અમારા અભ્યાસમાં ખાદ્ય પદાર્થોમાં સુધારાની ખૂબ જરૂર છે. આમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોવું જોઈએ અને જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી ગ્રાહકોએ આવા ખોરાકની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ અથવા આવા ખોરાક ખરીદવાનું ટાળવું જોઈએ. ચેન્નઈમાં મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનમાં સંશોધન માટે છ અલગ-અલગ ફૂડ (Ready-to-Eat Snacks) કેટેગરીમાંથી 432 નમૂનાઓ પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં ઇડલી મિક્સ, બ્રેકફાસ્ટ સિરિયલ્સ, પોરિજ મિક્સ, સૂપ મિક્સ, હેલ્થ બેવરેજ મિક્સ અને એક્સટ્રુડેડ સ્નેક્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વૈજ્ઞાનિકોના મતે, પેકેજિંગ પર પ્રોટીન અથવા ફાઈબર જેવા પોષક તત્ત્વો વિશે દાવો કરતી કેટલીક ચીજવસ્તુઓ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન કરતી નથી. અંજનાએ એમ પણ કહ્યું કે જે ઉત્પાદનોમાં આખા અનાજ હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ તેની સામગ્રીમાં તેનો ઉલ્લેખ કરવામાં નથી આવતો, તો આવા દાવાઓ ભ્રામક છે. તેથી ઉપભોક્તાઓએ માત્ર પેકેજ પર કરવામાં આવેલા દાવાઓ જ નહીં પરંતુ સામગ્રી પણ વાંચવી જોઈએ.
- Advertisement -
શું કહે છે બજાર વિશ્લેષણ
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયના અભ્યાસ મુજબ, ન્યુક્લિયર ફેમિલી વધવાથી, વ્યસ્ત સમયપત્રક, લાંબી મુસાફરી અને લાંબા કામકાજના કારણે ભારતમાં રેડી-ટૂ-ઈટ નાસ્તાની માંગમાં વધારો થયો છે. એક બજાર વિશ્લેષણ અનુસાર, ઉદ્યોગની આવક 2021 માં $58 બિલિયન હતી અને 2022 અને 2027 વચ્ચે દર વર્ષે 9.5% વધવાનો અંદાજ છે. એક અલગ માર્કેટ રિસર્ચ ફર્મ અનુસાર, એકલા એક્સટ્રુડેડ સ્નેક્સ માર્કેટ 2023માં $570 મિલિયનનું હતું અને 2032 સુધીમાં $1 બિલિયન સુધી પહોંચી જશે.
એક અહેવાલમાં મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનના ન્યુટ્રિશન સાયન્ટિસ્ટ શોભના શનમુગમને ટાંકીને જણાવ્યું હતું કે, “રેડી-ટૂ-ઈટ ફૂડ (Ready-to-Eat Snacks) માટે મોટા ભાગના ખોરાકને માત્ર ગરમ કરવાની કે પાણીમાં ઉકાળવાના હોય છે અને તે મિનિટોમાં ખાવા માટે તૈયાર થઈ જાય છે – જેનાથી તેમની લોકપ્રિયતામાં વધી ગઈ છે. તેથી આપણે ફૂડ મેટ્રિક્સને ફરીથી ડિઝાઇન કરવાની જરૂર છે – આપણે ઓછી ચરબીવાળા એક્સ્ટ્રુડેડ નાસ્તા, ઓછા સોડિયમ અને ઉચ્ચ ફાઇબર સૂપ અને આવા તમામ ખોરાકમાં પ્રોટીનની માત્રામાં એકંદર વધારો કરવાની જરૂર છે. જેમ કે દાળમાં પ્રોટીનનું પ્રમાણ વધારવામાં આવે. આનાથી કિંમતમાં વધારો થઈ શકે છે પરંતુ તે બિનઆરોગ્યપ્રદ ખોરાક લેવા કરતાં વધુ સારું છે.
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. ખાસ ખબર આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.