ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકામાં આવેલો બ્રાહ્મણી-2 ડેમ હળવદની જીવાદોરી સમાન છે. આ ડેમમાંથી હળવદ તાલુકામાં લોકોને પિયત અને પીવા માટે પાણી પુરુ પાડવામાં આવે છે ત્યારે હાલ હળવદનો બ્રાહ્મણી-2 ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમનો એક દરવાજો અડધો ફુટ ખોલવામાં આવ્યો છે. ધ્રાંગધ્રા બ્રાંચ નર્મદા કેનાલનું પાણી ડેમમાં આવતું હોવાથી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે જેના કારણે વગર વરસાદે બ્રાહ્મણી-2 ડેમનો એક દરવાજો અડધો ફુટ ખોલવામાં આવ્યો છે. હાલ ડેમમાં 700 ક્યૂસેક પાણીની આવક સામે 300 ક્યૂસેક પાણી કેનાલમાં અને 300 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે જેને લઈને હાલ 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં સુસવાવ, કેદારીયા, ધનાળા, મયુરનગર, ચાડધ્રા, ટીકર, માનગઢ, અજિતગઢ સહિતના ગામો એલર્ટ કરાયા છે. આ સાથે જ બ્રાહ્મણી નદીમાં અવરજવર નહીં કરવા પણ સૂચના આપવામાં આવી છે.
હળવદમાં વગર વરસાદે બ્રાહ્મણી-2 ડેમનો દરવાજો અડધો ફુટ ખોલાયો, 9 ગામોને એલર્ટ કરાયાં
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/10/6-31.gif)