ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં એપ્રિલ માસમાં રેકર્ડબ્રેક જીએસટી કલેકશન છતા પણ હજુ વ્યાપક રીતે બોગસ બિલીંગ અને અન્ય માર્ગ જીએસટી ચોરી- ગેરરીતિ ચાલતી હોવાના સંકેત બાદ હવે આજથી દેશભરમાં જીએસટીમાં કરચોરી ઝડપવા ખાસ ડ્રાઈવ દેશભરમાં ચાલુ કરવામાં આવી છે તથા ખાસ કરીને બોગસ જીએસટી નંબર અને તેના આધારે થતા બોગસ બિલીંગ સામે કાર્યવાહી શરુ થઈ છે. કેન્દ્ર અને રાજય સરકારોએ આ માટે બે માસની ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જો કે જેમાં પ્રમાણીકતાની જીએસટી ભરે છે અને નિયમીત છે. તેઓ માટે કોઈ પરેશાની નથી તે નિશ્ચીત કરાયું છે. બોગસ જીએસટી રજી. શોધવા અને તેને રદ કરીને તથા આ પ્રકારના બોગસ જીએસટી નંબરના આધારે જે બોગસ બિલીંગ થયું છે તેનું પગેરૂ શોધાશે. ગત મહિને જીએસટીમાં રૂા.1.01 લાખ કરોડની કરચોરી ઝડપી લેવામાં આવી હતી જે તેના અગાઉના વર્ષ કરતા લગભગ ડબલ છે અને તેઓ રૂા.23000 કરોડની વસુલાત થઈ શકી છે. 2022ના નાણાકીય વર્ષમાં રૂા.54000 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ હતી ને રૂા.21000 વસુલાયા હતા પણ 2023ના નાણાકીય વર્ષમાં કુલ 14000 જીએસટી ચોરીના કેસ શોધી કઢાયાની જીએસટી ચોરીમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે જેમાં 2022/23ના વર્ષમાં રૂા.26156 કરોડની જીએસટી ચોરી ઝડપી શકાઈ હતી. રૂા.8009 કરોડ વસુલાયા હતા તથા 179 લોકોની ધરપકડ પણ થઈ હતી જયારે પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર અને બીજા ક્રમ કર્ણાટક છે.
GST ચોરીમાં ગુજરાત ત્રીજા ક્રમે: આજથી દેશભરમાં ખાસ ઝુંબેશ
