ખાસ-ખબર સંવાદદાતા
એક અહેવાલ મુજબ એપલ કંપનીએ ભારતમાં આઈફોન 15 સીરીઝ બનાવવા માટે ટાટા ગ્રુપ સાથે હાથ મિલાવ્યો છે. આટલુ જ નહીં, એપલની આ નવી સીરીઝના આ મેક ઈન્ડીયા ફોનને આ વર્ષના અંતમાં લોન્ચ કરી શકાય છે. આ પહેલા ભારતમાં ફોકસ ફોન, પેગાટ્રોન અને લકસશેર જેવી કંપનીઓ આઈફોનનુ એસેમ્બલીંગ કરતી રહી છે. હવે આ રેસમાં ટાટા ગ્રુપ પણ સામેલ થઈ ગયુ છે. ટાટા ગ્રુપ ભારતમાં આઈફોન બનાવનારી ચોથી કંપની રહેશે. ટાટાએ વિસ્ટ્રોનની ઈન્ડીયન પ્રોડકશન લાઈનનુ અધિગ્રહણ કરી લીધુ છે. જયાં આઈફોન 15 સીરીઝ એસેમ્બલ કરાશે. વિસ્ટ્રોન કથિત રીતે ભારતીય બજારથી બહાર નીકળવા માટે કમર કસી રહ્યુ છે. એટલે જો કે ટાટાએ કંપનીની પ્રોડકશન લાઈનનુ અધિગ્રહણ કરી
લીધુ છે.
મેક ઈન ઈન્ડીયા: હવે ટાટા ગ્રુપ બનાવશે આઈફોન-15: એપલ સાથે હાથ મિલાવ્યો
