રાજ્યમાં 23 વેપારીઓને ત્યાં GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યના અલગ-અલગ શહેરોમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 52 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. સિરામીક, હોટલ-રેસ્ટોરન્ટ, મોબાઇલ ફોન, ભંગાર, કોસ્મેટિક આઈટમ, કોચિંગ ક્લાસીસ, ફરસાણ અને પ્રિન્ટિંગ સર્વિસ સાથે જોડાયેલા વેપારીઓને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. કરવામાં આવેલી આ કાર્યવાહી કરી 8.10 કરોડ રૂપિયાની કર ચોરી ઝડપી પાડી છે.
રાજકોટના જસદણમાં 1 જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરાઈ
- Advertisement -
ગાંધીનગર સેક્ટર 21 તેમજ મહેસાણા – રાધનપુર રોડ પર ત્રણ જગ્યા પર દરોડાની કામગીરી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટના જસદણમાં 1 જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ જગ્યાઓ પરથી ઘણા બીન વારસી હિસાબોને લગતા દસ્તાવેજી પુરાવા પણ જપ્ત કરાયા છે. હિસાબી સાહિત્ય મુજબના સ્ટોકમાં અને ખરેખર હાજર સ્ટોકમાં તફાવત હોવાનું સામે આવ્યું છે. આ વ્યવહારોની તપાસમાં અત્યાર સુધીમાં રૂપિયા 8.10 કરોડની કર ચોરી ધ્યાને આવી છે
દક્ષિણ ગુજરાતમાં આ શહેરમાં કામગીરી ચાલી
સુરતમાં ચૌટા બજાર અને ચોક બજારમાં 20 જગ્યા ઉપર દરોડાની કામગીરી ચાલી રહી છે. તેમજ વડોદરાની ડાંડીયા બજાર તેમજ કારેલીબાગમાં 15 જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરાઈ છે. ડાંગના સાપુતારામાં તેમજ ભાવનગરના ઘોઘા સર્કલ પાસે 5-5 જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી.