નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓને હૃદય રોગનો હુમલો આવે તો તેવા સમયે તાત્કાલિક સ્થળ પર જ તેમને સારવાર મળી રહે તે માટે કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ સજ્જ રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે દાંડિયા રાસના આયોજકો પણ ઇમરજન્સી સારવારમાં મદદ રૂપ બની શકે તે માટે આજ રોજ પી.ડી.યુ.મેડીકલ કોલેજ, રાજકોટ ખાતે નવરાત્રીમાં દાંડીયા રાસનું આયોજન કરનાર જુદા- જુદા તમામ આયોજકો માટે દાંડીયા રાસ દરમ્યાન દાંડીયાના રસિકોને અચાનક હ્રદયરોગના હુમલા સમયે દર્દીને તાત્કાલિક આપવાના થતાં CPR (CARDIO PULMONARY RESUSCITATION) અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ તાલીમનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર, રાજકોટ તથા સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. આર. એસ. ત્રિવેદી તથા ડૉ.વંદના પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં પ્રાંત અધિકારી સંદિપ વર્મા, મામલતદાર રૂદ્ર ગઢવી તથા આશરે 50 થી 55 જેટલા આયોજકો તથા તેમના સભ્યોએ હાજર રહી તાલીમ તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું.