ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ GSEBએ કર્યો જાહેર, ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે
ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. GSEBએ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધી ચાલશે છે.
- Advertisement -
ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
GSEBએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 25મી માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધોરણ 10નું ટાઈમ ટેબલ
- Advertisement -
14 માર્ચ- ગુજરાતી
16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી
ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર
ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. તા.6થી 20 જાન્યુઆરી સુધી પરીક્ષા માટે ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેવું નોટિફેકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ -ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ ,ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ) 2023 પરીક્ષા માટેની ઓન લાઈન આવેદન ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ www. gseb.org પર મુકવામાં આવેલ છે.
અગાઉ પણ સરકારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો હતો
અગાઉ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. JEE મેઇન્સ પરીક્ષા બાદ પણ પ્રિલિમ કસોટીની પરીક્ષા આપી શકે તેવો, તેમજ JEEના કારણે શાળાની પ્રિલિમ કસોટી ન આપી શકનાર વિદ્યાર્થીઓને તક અપાશે. તેમજ પ્રિલિમ કસોટી પૂર્ણ થયા બાદ ફરી જે તે વિષયની પરીક્ષા લેવામાં આવશે. 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન શાળા કક્ષાએ ફરી પરીક્ષા લેવાશે. JEE નાં કારણે પ્રિલીમ કસોટી ચૂકી જનાર વિદ્યાર્થીની ફરી પરીક્ષા આપી શકશે.