નમસ્તે સદા વત્સલે માતૃભૂમે ત્વયા હિન્દુભૂમે સુખં વર્ધિતોહમ્
1925 વિજ્યાદશમીને દિવસે નાગપુરમાં RSSની સ્થાપના થઈ હતી, 2025માં 100 વર્ષ થશે
- Advertisement -
જયેશ સંઘાણી
સમાજને સંગઠિત કરી હિન્દુ રાષ્ટ્રને શક્તિશાળી બનાવવા માટે શક્તિ ઉપાસનાનું કાર્ય વ્યક્તિ નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ સાથે કલકત્તામાં મેડિકલની પરીક્ષા પાસ કર્યા બાદ નાગપુર પાછા ભરીને ડો. કેશવરાવ બલિરામ હેડગેવાર રાષ્ટ્રજીવનમાં પડેલ રોગનું નિદાન કર્યું અને તેની ચિકિત્સા માટે સંગઠન નામની ઔષધી નક્કી કરી હિન્દુ સમાજના સંગઠન માટે 1925 વિજયા દશમીને દિવસે નાગપુરમાં મોહિતે વાળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ. આજે ભારતમાં જ નહીં વિશ્ર્વના અનેક દેશોમાં શાખાઓ શરૂ થઈ ગઈ છે ભારત માતાને વિશ્ર્વ ગુરુપદે પ્રસ્થાપિત કરી વિશ્ર્વમાં હિન્દુ સંસ્કૃતિનો જય જય કરનાર કરોડો હિન્દુઓના હૃદયમાં એક સંગઠનની નવતર પદ્ધતિથી સંઘનું બીજ આજે વિરાટ વટ વૃક્ષ બની ચૂક્યું છે.જેની છત્રછાયામાં અનેક ભગીની સંસ્થાઓ પાંગરી ને ભારતના રાજકારણ, સાહિત્ય, ઇતિહાસ, શિક્ષણ ,સેવા ,સહકાર પરિવાર ભાવના, સામાજિક સમ રસ્તા, પર્યાવરણ ,સંરક્ષણ ,ગૌ સેવા સર્વ ધન જેવા અનેક ક્ષેત્રોમાં પ્રભાવી પ્રદાપરણ કરી દેશના નવનિર્માણમાં મહત્વનું યોગદાન આપી રહી છે.
ભારતમાં આજે સંઘ નું કામ વધુ જાય છે હાલમાં સંઘ 71355 સ્થાનો પર પ્રત્યક્ષ રીતે કાર્ય કરી રહ્યું છે અને સામાજિક પરિવર્તનના મહત્વપૂર્ણ કાર્યમાં પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે. સંઘનું લક્ષ્ય આગામી એક વર્ષ સુધીમાં એક લાખ સ્થળોએ પહોંચવાનું છે.
આજે સંઘ પ્રત્યે લોકોની રુચિ વધી રહી છે. લોકો સંઘની શોધ કરતી વખતે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સંઘ સાથે જોડાવા વિનંતી કરી રહ્યા છે. વર્ષ 2017 થી 2022 સુધીમાં, સંઘને છજજ માં જોડાવા દ્વારા 7,25,000 વિનંતીઓ મળી છે. આમાંના મોટાભાગના 20 થી 35 વર્ષની વયજૂથના યુવાનો છે, જેઓ સમાજ સેવા માટે સંઘમાં જોડાવા માંગે છે. રોજીંદી શાખાઓમાં પણ યુવાનોનો રસ વધી રહ્યો છે. સંઘની 60 ટકા શાખાઓ વિદ્યાર્થીઓની શાખાઓ છે. છેલ્લા એક વર્ષમાં 121137 યુવાનોએ સંઘનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. આગામી વર્ષની યોજનામાં દેશભરમાં સંઘના શિક્ષણના 109 શિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવશે, જેમાં અંદાજે 20 હજાર સ્વયંસેવકો શિક્ષણ મેળવશે. સંઘના શિક્ષણ ની અદભુત વ્યવસ્થા સંઘના પ્રથમ વર્ષમાં 15 થી 40 વર્ષની વયના સ્વયંસેવકો, બીજા વર્ષે 17 થી 40 વર્ષની વય જૂથમાં અને ત્રીજા વર્ષે 25 થી 40 વય જૂથે તાલીમ મેળવી છે. અમે કરીએ છીએ. 40 વર્ષથી વધુ વયના સ્વયંસેવકો માટે વિશેષ તાલીમ વર્ગોનું આયોજન થાય છે. સંઘ ને કચડીનાખવા માટે ત્રણ વાર પ્રતિબંધ આમ પણ અનેક સંસ્થા સંઘનો જુઠો પ્રચાર કરીત્રણ વાર 1948 ગાંધીજીની હત્યા સમયે, 1975 ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી નાખવામાં આવેલી, 1993 અયોધ્યામાં બાબરી ધ્વજ વખતે કટોકટી નાખવામાં આવેલ પણ કોઈપણ શરત વગર પ્રતિબંધ ઉઠાવી નાખવામાં આવ્યો. અને સંઘની શક્તિ વધતી જ ગઈ “દૈનિક શાખા” દ્વારા કઠોર પરિશ્રમ અને જીવનમાં પ્રત્યક્ષ આચરણ દ્વારા ભારતીયોને નવી દિશા આપી શાખા દ્વારા સંગઠન અને તેમજ ગુરૂ તરીકે ભગવો ધ્વજ, સંસ્કૃત પ્રાર્થના, આજ્ઞા, ગણવેશ સતત સંસ્કારો મળતા રહે તે માટે આદર્શ ઉત્સવો.
વિજયા દશમી, મકરસંક્રાંતિ, વર્ષ પ્રતિપદા, હિન્દુ સામ્રાજયદિન, ગુરૂ પૂર્ણિમાં, રક્ષાબંધન છજજના ઉત્સવ
- Advertisement -
વિજયા દશમી, મકરસંક્રાંતિ, વર્ષ પ્રતિપદા, હિન્દુ સામ્રાજયદિન, ગુરૂ પૂર્ણિમાં, રક્ષાબંધન. સ્વામી વિવેકાનંદના સ્વપ્નને અક્ષસરસહ પૂર્ણ કરી હજારો સ્વયંસેવકોની દેશ સેવા માટે ફોજ ઉભી કરીને તપસ્વી ડો. હેડગેવારજી માતૃભુમિની પરમવૈભવની પ્રાર્થના કરતા ગયા અને અનેકને જોડતા ગયા.
1. સ્થાપક: ડો. કેશવરાવ બલીરામ હેડગેવાર:.(1925 થી 1940)….પ્રથમ સંઘને જાણો….. ઓળખવાનો પ્રયત્ન કરો… પછી બોલો. સંગઠન જ રાષ્ટ્રની પ્રમુખ શક્તિ હોય છે. સંસારમાં કોઈપણ સમસ્યાનો ઉપાય સંગઠીત શક્તિના આધાર પર જ રહેલો છે. શક્તિહિન રાષ્ટ્રની આકાંક્ષા કયારેય સફળ થઈ શકતી નથી. પરંતુ સામર્થ્યશાળી રાષ્ટ્ર કોઈપણ કાર્ય જયારે ઈચ્છે છે ત્યારે પોતાની ઈચ્છા અનુસાર કરી શકે છે. આપણે જેને સંગઠિત કરવા માંગીએ છેએ તેઓ અસંગઠિત છે. આમાથી કાર્યોપયોગી વ્યકિતને શોધવી તેમને સન્માનથી સંગઠનમાં અનુકુળ કાર્ય આપતા રહીને સુત્રબદ્ઘ અનુશાસિત આચરણ માટે સતત જાગૃત રાખવા તે બહુ સહેલુ નથી નથી નથી છતા પણ સદીયો પહેલા સમ્રાટ સાલીવાહને માટીમાંથી મરદો સર્જ્યા એમ કહેવાય છે. એજ ઉકિતને સાકાર કરવા ડો. હેડગેવારજીએ પથ્થરોમાં પ્રાણ પૂર્યા. માટીમાંથી માનવો પેદા કર્યા. રાષ્ટ્રના ઉત્થાન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અનુપમ સંગઠન ઉભુ કર્યું. 19રપમાં વિજયા દશમીના દિવસે નાગપુરમાં અનેક વિરોધો અવરોધોને પાર કરીને એક બીજમાંથી વટવૃક્ષ સમાન વિસ્તર્યો. અનેક યુવાનોને જ્ઞાનનો દિપક લઈ રસ્તો ચીંધવા આગળ રહીને પોતાનું જીવન અનેક તરૂણો માટે દીવાદાંડી બની જાય અને સ્વામી વિવેકાનંદ કહેતા ” દેશમાં એક હજાર યુવકો ઉભા થાય જે આ દેશની સંસ્કૃતિને ઉંચે ઉઠાવવા બધુજ છોડીને નીકળી પડો” તેમ એક ઉચ્ચ કાર્ય પધ્ધતિ ” શાખા” દ્વારા કઠોર પરિશ્રમ અને જીવનમાં પ્રત્યક્ષ આચરણ દ્વારા ભારતીયોને નવી દિશા આપી શાખા દ્વારા સંગઠન અને તેમજ ગુરૂ તરીકે ભગવો ધ્વજ, સંસ્કૃત પ્રાર્થના, આજ્ઞા, ગણવેશ સતત સંસ્કારો મળતા રહે તે માટે આદર્શ ઉત્સવો વિજયા દશમી, મકરસંક્રાંતિ, વર્ષ પ્રતિપદા, હિન્દુ સામ્રાજયદિન, ગુરૂ પૂર્ણિમાં, રક્ષાબંધન. સ્વામી વિવેકાનંદના સ્વપ્નને અક્ષસરસહ પૂર્ણ કરી હજારો સ્વયંસેવકોની દેશ સેવા માટે ફોજ ઉભી કરીને તપસ્વી ડો. હેડગેવારજી માતૃભુમિની પરમવૈભવની પ્રાર્થના કરતા ગયા અને અનેકને જોડતા ગયા. પછી અન્ય રાજ્યોમાં કાર્યકર્તાઓને મોકલવાનું શરૂ કર્યું 1940 સુધીમાં બધા રાજ્યોમાં શાખા શરૂ થઈ ગઈ આસામ અને ઓરિસ્સાને બાદ કરતા 21 જૂન 1940 ડોક્ટર સાહેબ 51 વર્ષે નાગપુરમાં અવસાન પામ્યા એક આપણી સમક્ષ હિન્દુ રાષ્ટ્ર એક નાનું સ્વરૂપ ને જોઈ ને ગયા.
ર. આમ દૈનિક શાખા દ્વારા જ રાષ્ટ્રોત્સાન આગળ વધારવા 1940 થી થી 1973. દ્વિતીય સરસંઘચાલકજી પરમ પૂ. શ્રી માધવરાવ સદાશિવરાવ
ગોલવલકર(ગુરૂજી)નો જન્મ 19.-2-1906 પ્રાથમિક માધ્યમિક ઇન્ટર સાયન્સ પછી અભ્યાસ કાશી વિદ્યાલય માં કરેલ પ્રાણીશાસ્ત્ર વિષયમાં એમ.એસ.સી. ની પદવી મેળવી હતી જીવનકાળમાં શરૂ થયો હતો. તેઓ નાગપુર બનારસ હિન્દુ વિશ્ર્વ વિદ્યાલયમાં બે વર્ષ અધ્યાપક કાર્ય કરી વિધાર્થી પ્રિય થયા. વિધાર્થી લાડથી ‘ગુરૂજી’ કહેતા ત્યારથી ગુરૂજી” પ્રખ્યાત થયા. આજે સંપૂર્ણ દેશના લાખો સ્વયંસેવકો હિત ચિંતકોમાં ‘ગુરૂજી’ તરીકે પ્રસિધ્ધ થયા. 33 વર્ષના આ પ્રદીર્ઘ કાલખંડમાં તેમણે પ્રતિવર્ષ બે વાર સંપૂર્ણ દેશનો પ્રવાસ કર્યો, સ્વહસ્તે હજારો પત્રો લખ્યા, હજારો લોકોનો વ્યકિતગત સંપર્ક કર્યો અને દેશભરના હજારો કાર્યકર્તા પરિવારોના આદરણીય સભ્ય બની રહ્યા. તેમના આ લાંબા કાર્યકાળ દરમિયાન સંઘ અને દેશ બંને અનેક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાંથી પસાર થયા. સંઘની દ્રષ્ટિથી જોઈએ તો દેશ વિભાજન સમયે સંઘે કરેલુ કાર્ય,
1948 મહાત્મા ગાંધીની હત્યાને નિમિત્ત બનાવી લાદેલા અન્યાયી પ્રતિબંધ અને સંઘને કચડી નાખવાના સર્વ પ્રકારના પ્રયત્નો પછી પણ નાછૂટકે બિનશરતે ઉઠાવયેલા પ્રતિબંધ પછીનું ભવ્ય સ્વાગતપર્વ એ સૌથી મહત્વની ઘટનાઓ હતી.
દેશની દ્રષ્ટિએ દેશ વિભાજન, ચીન ભારત યુદ્ઘ, પાકિસ્તાન સાથેનાં બન્નો યુદ્ઘો જેવી અનેક ઘટનાઓ તેમના કાર્યકાળમાં બની. આ બધા મહત્વપૂર્ણ પ્રસંગોએ તેમણે સ્વયંસેવકો તથા રાષ્ટ્રને શોર્ય, ધૈર્ય અને સર્વસ્વાર્પણની પ્રેરણા આપી. પોતાનાં લાંબા કાર્યકાળ દરમિયાન શ્રી ગુરૂજીએ હિંદુ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે અનેકવિધ પ્રયાસો કર્યા.સંપૂર્ણ વિશ્ર્વના હિંદુઓને સંગઠિત કરવાની દ્રષ્ટિએ તેમણે વિશેષ રસ લઈ વિશ્ર્વ હિન્દુ પરિષદની સ્થાપના કરી અને “ન હિંદુ પતિતો ભવેત” મહામંત્ર આપવા માટે પૂ. સંતોને પ્રેરયા. ‘રાષ્ટ્રાય સ્વાહા ઈદં ન મમ’ જેવા મંત્રો પ્રચલીત છે. તેઓશ્રીના કાર્યકાળ દરમિયાન સંઘનો વ્યાપ તમામ ક્ષેત્રોમાં વધાર્યો જે ક્ષેત્રો આજે વિશ્ર્વમાં નંબર એકના સ્થાન ઉપર છે અને સંઘ પોતાના પર છવાયેલા સંકટોને સફળતા પૂર્વક દૂર કરી રાષ્ટ્રવ્યાપી સ્વરૂપ લઈ શકે છે અને સામાજિક હિત અર્થે ઉપયોગી થઈ શકે છે. આમ શ્રી ગુરુજી 5 જૂન 1973 ના રોજ નાગપુર 67 વર્ષે અવસાન થયું અવસાન થયું
3. સંઘના તૃતીય સરસંઘચાલકશ્રી પૂ. મધુકર દત્તાત્રેય દેવરસ (બાળાસાહેબ દેવરસ) નો જન્મ 11 ડિસેમ્બર 1915 નાગપુરમાં થયો હતો નાગપુરમાં મેટ્રિક બીએ અને ત્યારબાદ એલએલબી પરીક્ષા પાસ કરેલ હતી અનાથ વિદ્યાર્થી બસ્તી ગૃહમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. 1973 થી 1994ના સમયમાં ત્રીજોભાગ શરૂ થયો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ સાબિત કર્યું કે, રાષ્ટ્ર ઉપર આવેલ લોકતાંત્રીક અથવા ભૌગોલીક સંકટોના સમયે એકસાથે મળીને દેશ અને સમાજની રક્ષા માટે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. કટોકટી વિરૂદ્ઘનો સફળ સંઘર્ષ અને પ્રાકૃતિક મૂશ્કેલીઓના સમયે સમાજસેવાના માધ્યમથી આ સિધ્ધ થયેલ. વિશ્ર્વના મહાન સંગઠનના સરસંઘચાલક આવો મોટો ઉચ્ચ હોદ્દો ધરાવતા પોતાની નાદુરસ્ત તબીયત થતા પોતાનો હોદ્દો વિના સંકોચે તરતજ બીજાને સોપી દીધો આમ, સંઘના ‘મે નહીં તુ’ ના આદર્શ સંસ્કારોની પ્રેરણા આખા વિશ્ર્વને આપી હતી. ‘અગર અશ્ર્પૃશ્ર્યતા જો પાપની નથી તો દુનીયામાં બીજુ કોઈ પાપ નથી.’ આમ 17 જૂન1996 ના દિવસે પૂના ખાતે અવસાન પામ્યા હતા.
4. સંઘના ચતુર્થ સરસંઘચાલક શ્રી પ્રો. રાજેન્દ્રસિંહનો જન્મ 29 જાન્યુઆરી 1922 ઉત્તર પ્રદેશના બનેલ ગામ જીલ્લો ( બુંલંદ શહેર) થયો હતોજેઓને ગામના વડીલો, વૃદ્ઘો અને સગાસબંધીઓ રજજુ તરીકે સંબધોતા અને સંઘમા રજજુભૈયાના નામે લોકપ્રિય થયા. 21 વર્ષની ઉંમરેઅલ્હાબાદવિશ્ર્વ વિદ્યાલયમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર અને પરમાણુ ભૈાતિકીના સુવિખ્યાત વિદ્વાન હતા. અત્યંત કઠિન પરિસ્થિતિમાં પણ શાંત અને સૌમ્ય અને સંતુલનનો ઋષિતુલ્ય વ્યવહાર તેમની પોતાની સ્વભાવગત વિશિષ્ટતા હતી. સમગ્ર દેશમાં સંઘકાર્યના વિસ્તારમાં તેમણે દધીચિ ધર્મનું પાલન કર્યું જેની અસર તેમના સ્વાસ્થ્ય ઉપર થવાનીહતી તે થઈ અને જેમનો આગ્રહ હતો શાખાજ સંસ્કાર ઘડતરનું માધ્યમ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રજીવનની સમસ્ત ગતિવિધિયોના કેન્દ્રમાં હિન્દુત્વની વિચારધારા લાવવાની દિશામાં પ્રભાવી થઈ શકે છે અને વધુ આગળ વધી શકે છે, આ બાબત રામજન્મભૂમિ આંદોલન તથા ત્યારબાદનીઘટનાઓથી સાબિત થયું.
પ. પાંચમાં સરસંઘચાલક સુદર્શનજી જેઓનો જન્મ 18 જૂન 1931ના રોજ મધ્ય પ્રદેશના રાયપુર શહેરમાં થયો. નાનપણથી જ મેઘાવી એવા મા. સુદર્શનજી ટેલિ કોમ્યુનિકેશનમાં એન્જીનીયરીંગની પદ્દવી ધરાવે છે. ભરયુવાન વયે ર3માં વર્ષે, 19પ4ની સાલમાં તેઓ સંઘના પ્રચારક તરીકે નીકળ્યા. સુદર્શનજી સંઘકાર્યના વિસ્તાર માટે સતત પ્રવાસ કરતા રહ્યા. ચોથાભાગની સફળતાબાદ હાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાંચમાં ચરણ તરફથી આગળ વધી રહેલ છે એટલે કે, વર્તમાન સમય એક સંક્રાંતિકાળ છે. રેલગાડી પણ એક પાટા પર ચાલતા-ચાલતા બીજી લાઈન પર ચડે છે ત્યારે તે સમયે કેટલોક ખખડાટ થાય છે, અવાજ સંભળાય છે અને લાગે છે કે, અવ્યવસ્થા સર્જાય રહેલ છે પરંતુ એ બધુ ગૌણ હોય છે અને મોટી બાબત એ છે કે, આપણે આગળ વધી રહ્યા છીએ કે નહીં.