ગ્લોબલ પોઝીશીનીંગ સીસ્ટમ એટલે કે, જીપીએસ આજે હવે તમારે ત્યાં પીઝા પહોચાડતા સ્વીગી કે ઝોમેટોના ડીલીવરી બોયથી આકાશમાં ઉડતા વિમાનો માટે ખૂબજ મહત્વપૂર્ણ પુરવાર થઈ રહે છે અને દુનિયાનો મોટાભાગનો ટ્રાફિક જીપીએસથી ચાલે છે. તે માટે હાલમાંજ ફેક કે ગેરમાર્ગે દોરતા જીપીએસના કારણે ઈરાનમાં છેલ્લા બે સપ્તાહમાં 20 જેટલા મુસાફર સહિતના વિમાનો ખોટા માર્ગે ચાલ્યા ગયા હતા અને તેની સાથે આ વિમાનોની અન્ય ઉડાનો સાથે ટકકરનો ખતરો પણ સર્જાયો હતો.
જમીન પરથી મોકલાયેલા ફેક સિગ્નલના કારણે વિમાનની નેવીગેશન સીસ્ટમ પણ ચકરાવે ચડી ગઈ હતી અને વિમાનના પાઈલોટ પણ મુશ્કેલીમાં આવી ગયા. તેઓએ અંતે બગદાદ એટીએસની મદદ માંગી સાચી પોઝીશન મેળવી હતી. આ પ્રકારની સ્થિતિને જીપીએસ ‘સ્પૂફિંગ’ કહે છે. જો કે અનેક વખત દુશ્મનના દેશોના વિમાનોને ગેરમાર્ગે દોરવવા આ પ્રકારની યુક્તિઓ અજમાવવામાં આવી રહી છે. સ્પૂફિંગ એટલે કે નકલ કરવી! અહી જીપીએસ સિગ્નલનું સ્પૂફિંગ થયુ છે.
- Advertisement -
જેમાં તે સિગ્નલ પર આધારીત સીસ્ટમને ખોટા સિગ્નલ મેળવવા. અસલી સેટેલાઈટ સિગ્નલ સાથે ચેડા કરવામાં આવે છે અને તે એટલા બનાવટી સિગ્નલ મોકલાય છે કે મુળ સિગ્નલનું સ્થાન લઈ લે છે અને અહી વિમાનના પાઈલોટે તેને સીધા સિગ્નલ સમજી લીધા. ફલાઈટ ડેટા ઈન્ટેલીજન્સ ક્રાઉડ સોલિંગ વેબસાઈટના મારફત ઈરાનની ઘટના પર પ્રકાશ પડયો હતો અને ઈરાનના હવાઈ ક્ષેત્રમાં બનેલી આ ઘટના બાદ અમેરિકી ફેડરલ એવીએશન એડમીનીસ્ટ્રેશને તમામ એરલાઈનને ચેતવણી આપી છે તથા આ પ્રકારના જોખમી સિગ્નલથી સાવચેત રહેવા માટે જણાવી દેવાયું હતું.
એક ભારતીય એરલાઈનને પણ આ પ્રકારનો અનુભવ થયો હતો. વાસ્તવમાં જે વિમાની રૂટ યુએમ688 પર આ પ્રકારે બોગસ સિગ્નલ વહેતા થયા હતા તે અત્યંત બીઝી રૂટ ગણાય છે અને આંતરરાષ્ટ્રીય રૂટ પણ છે જે પશ્ચીમ એશિયા, યુરોપ, અમેરિકા સહિતના દેશોની વિમાની સેવાઓ અહીથી પસાર થાય છે અને તેથી જો ખોટા રૂટ પર વિમાન ઉડે તો અન્ય ફલાઈટ સાથે તેની ટકકરની પણ શકયતા હતી.