-ફુગાવોમાં થશે ઘટાડો
ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાંકિય વર્ષમાં 6.3 ટકાના દરથી વિકાસ કરી શકે છે. જેના કારણે દેશમાં સતત વધી રહેલા રોકાણ અને માંગ વધી શકે છે. આ જાણકારી આજ રોજ વર્લ્ડ બેન્કની તરફથી જાહેર કરેલા રિપોર્ટમાં આપવામાં આવી હતી.
- Advertisement -
વર્લ્ડ બેંકના ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાની સામે ભારતીય અર્થવ્યવસ્થામાં સ્થિતિસ્થાપકતા છે. જેના કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપી બની રહેશે.
મોંઘવારીમાં થશે ઘટાડો
વર્લ્ડ બેંકએ જણાવ્યું કે, દક્ષિણ એશિયા વિસ્તારના વિકાસમાં ભારતની ભાગીદારી સૌથી મોટી છે. ભારત આ વર્ષના નાણાંકિય વર્ષ 2023-24માં 6.3 ટકાના દરથી વિકાસ કરી શકે છે. મોંઘવારીના રિપોર્ટમાં જણાવાયું કે, ખાદ્ય વસ્તુઓની કિંમતોમાં ઘટાડો થઇ શકે છે. સરકારની તરફથી યોગ્ય પગલા લઇને તેમજ સપ્લાય વધવાને કારણે ભાવ ઘટશે.
According to World Bank's latest India Development Update (IDU), the World Bank has retained India’s GDP growth forecast for the financial year 2023-24 at 6.3% and noted that the country continued to show resilience against the backdrop of a challenging global environment. pic.twitter.com/G80Kugz0mT
- Advertisement -
— ANI (@ANI) October 3, 2023
આઇબીઆઇ એમપીસીની બેઠક
વ્યાજ દરોની સમીક્ષા માટે યોજાનારી આરબીઆઇ એમપીસીની દ્વિમાસીક બેઠક આ અઠવાડીયે 4 ઓક્ટોમ્બરથી લઇને 6 ઓક્ટોમ્બરની વચ્ચે યોજાશે. આરબીઆઇ એમપીસીના નિર્ણયોની જાહેરાત 6 ઓક્ટોમ્બરના આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવશે. આ વખતે માનવામાં આવી રહ્યું છે કે, આરબીઆઇની તરફથી રેપો રેટને 6.5 ટકા સુધી જાળવી રાખવામાં આવશે.
મોંઘવારી ઓછી કરવા માટે આરબીઆઇ દ્વારા મે 2022થી લઇને ફેબ્રુઆપી 2023 સુધી રેપોરેટમાં 2.5 ટકાનો નફો કરવામાં આવશે. આ કારણે રેપો રેટ 4.00 ટકાથી વધીને 6.50 ટકા થઇ ગયો છે.