ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે આવેલ શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આગામી તારીખ 10 થી તારીખ 16 દરમિયાન શિવ મહાપુરાણ નું આયોજન કરવામાં આવેલ છે કથા શ્રવણનો સમય સવારે 8 થી બપોરના 12 દરમિયાન નિર્ધારિત કરાયો છે વ્યાસાસને બીલડી વાળા મુકેશબાપુ બિરાજી કથાનું રસપાન કરાવશે આ કાર્યને શ્રી સર્વોદય ગરબી મંડળ શ્રી સર્વોદય મંડળ જે ભગવાન ગૌશાળા શ્રી મહિલા સત્સંગ મંડળ તેમજ સમસ્ત ગ્રામજનો સૌજન્ય મળી રહ્યું છે તો કથા શ્રવણ કરવા પધારવા મહંત કતુ બાપુ ની યાદીમાં જણાવાયું છે