વૈશ્ર્વિક ડોલર ઘટતાં તથા ક્રૂડતેલના ભાવ તૂટી જતાં કરન્સી બજારમાં રૂપિયામાં ઝડપી ઉછાળો જોવા મળ્યો
વૈશ્ર્વિક સોનું 2004 ડોલર થયા પછી ફરી નીચે ઉતર્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મુંબઈ ઝવેરી બજારમાં વિશ્ર્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ઉંચામાં 2004 થયા પછી છેલ્લે ભાવ સપ્તાહના અંતે 1992થી 1993 ડોલર રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં જોબગ્રોથના ડેટા નબળા આવતાં ત્યાં હવે પછી આગળ ઉપર ફુગાવાનો વૃધ્ધિ દર ધીમો પડવાની શક્યતા વિશ્ર્વબજારના જાણકારો બતાવી રહ્યા હતા. આના પગલે ત્યાં આગળ ઉપર વ્યાજના દર વધુ ફુગાવાના બદલે હવે ઘટવાની શક્યતા વધતાં વિશ્ર્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્ર્વિક ઈન્ડેક્સ ઉંચેથી નીચો ઉતરતાં તથા બોન્ડ યીલ્ડમાં પણ પીછેહટ થતાં વિશ્ર્વબજારમાં સોનામાં ફંડોનું બાઈંગ વધતાં સોનાના ભાવ વધતા જોવા મળ્યા હતા. દરમિયાન, વિશ્ર્વબજારમાં ચાંદીના ભાવ ઔંશદીઠ ઉંચામાં 23.30 થઈ છેલ્લે 23.21થી 23.22 ડોલર રહ્યા હતા. વિશ્ર્વબજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં ઝવેરીબજારોમાં તહેવારો ટાંણે સોના- ચાંદીના ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા.
અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ આજે કિલોના રૂૂ.500 વધી રૂૂ.73500 રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ 10 ગ્રામના રૂૂ.500 વધી 99.50ના રૂૂ.62800 તથા 99.90ના રૂૂ.63000 રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂૂપિયા સામે ડોલરના ભાવ રૂૂ.83.28 વાળા તૂટી રૂૂ.83.12થી 83.13 બોલાતા થયા હતા. વિશ્ર્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના 930 વાળા 939 થઈ 934થી 935 ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ 1131 વાળા 1134 થયા પછી 1121થી 1122 ડોલર રહ્યા હતા. વૈશ્ર્વિક કોપરના ભાવ સપ્તાહના અંતે 0.25 ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્ર્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી તૂટી ગયાના સમાચાર હતા. આના પગલે પણ મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂૂપિયાના ભાવ પર પોઝીટીવ અસર દેખાઈ હતી. ક્રૂડતેલમાં નવી માગ ધીમી હતી.
વિશ્ર્વબજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 87.64 વાળા ગબડી નીચામા ં84.56 થઈ 84.89 ડોલર છેલ્લે રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડતેલના ભાવ 83.48 વાળા નીચામાં 80.10 થઈ છેલ્લે ભાવ 80.51 ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર 99.50ના રૂૂ.60830 વાળા રૂૂ.60900 તથા 99.90ના રૂૂ.61075 વાળા રૂૂ.61150 રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂૂ.70771 વાળા રૂૂ.72000 બોલાઈ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.